For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રભુના દરબારમાં શિવરાજ, વિજયી થવા માંગ્યા આશિષ

|
Google Oneindia Gujarati News

ભોપાલ, 25 નવેમ્બરઃ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનું પહેલા ચરણનું મતદાન આજે થઇ રહ્યું છે. રાજ્ય ભરમાં ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે મતદાન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહે મતદાન કર્યું છે. જો કે, મતદાન કરતા પહેલા તેઓ પ્રભુના દરબારમાં ગયા હતા અને મતદાતાઓ ભાજપને પુનઃ વિજયી બનાવે તેવા માતા પાસે આશિષ માંગ્યા હતા.

રાજ્યની 230 વિધાનસભાની બેઠકો માટે પહેલા ચરણનું મતદાન આજે થયું છે. જેમાં કુલ 2586 ઉમદવારો મેદાનમાં છે અને 4.66 કરોડ કરતા વધુ મતદાતાઓ આ ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરવાના છે. મતદાન માટે રાજ્ય પોલીસ સાથે મોટી માત્રમાં અર્ધ સૈનિક દળને પણ તૈનાત કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, તેમના પત્ની સાધના સિંહ અને પુત્ર કાર્તિકેયે સીહોરના જૈત ગામમાં મતદાન કર્યું. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી કમલનાથે છીંદવાડામાં મતદાન કર્યું છે અને લોકસભાના વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજે ભોપાલમાં મતદાન કર્યું છે. તો ચાલો તસવીરો થકી જોઇએ મધ્ય પ્રદેશમાં પહેલા ચરણના મતદાનને.

પ્રભુના દરબારમાં શિવરાજ સિંહ ચૌહાણ

પ્રભુના દરબારમાં શિવરાજ સિંહ ચૌહાણ

સીહોર જિલ્લાના જૈત ગામે મતદાન કરતા પૂર્વે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પ્રભુના દરબારમાં ગયા હતા અને વિજયી બનવાના આશિષ માંગ્યા હતા.

શિવરાજ સિંહે કર્યું મતદાન

શિવરાજ સિંહે કર્યું મતદાન

રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, તેમના પત્ની સાધના સિંહ અને પુત્ર કાર્તિકેયે સીહોરના જૈત ગામમાં મતદાન કર્યું.

મતદાન મથકે વૃદ્ધ

મતદાન મથકે વૃદ્ધ

ભોપાલમાં મધ્ય પ્રદેશની વિધાનસભાની ચૂંટણી પ્રથમ ચરણના મતદાન સમયે પોલિંગ બુથ પર પોતાનું વોટર આઇડી દર્શાવી રહેલા વૃદ્ધ મતદાતા.

સુષ્મા સ્વરાજે કર્યું મતદાન

સુષ્મા સ્વરાજે કર્યું મતદાન

ભાજપના નેતા સુષ્મા સ્વરાજે ભોપાલમાં મતદાન કર્યું હતું.

ચૂસ્ત સુરક્ષા

ચૂસ્ત સુરક્ષા

મતદાન સમયે કોઇ અનિચ્છનીય ઘટના ના ઘટે તે હેતુસર રાજ્યમાં ચુસ્ત પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી હતી.

મહિલાઓએ કર્યું મતદાન

મહિલાઓએ કર્યું મતદાન

ભોપાલમાં વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણમાં મતદાન કરવા માટે મહિલાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

મત આપવા લાંબી કતાર

મત આપવા લાંબી કતાર

ભોપાલમાં મત આપવા માટે લાંબી કતાર લાગી હતી. લોકોમાં મતદાનને લઇને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

English summary
Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan with his wife Sadhna Singh offering prayers before casting their votes for Assembly polls, at Jait village in Sehore district on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X