કોંગ્રેસમાં બે-બે મૌની બાબા: શિવરાજસિંહ ચૌહાણ

shivrajsingh
નવી દિલ્હી, 3 માર્ચ: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બીજેપી રાષ્ટ્રીય પરિષદના બીજા દિવસે બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે કોંગ્રેસમાં એક નહીં પરંતુ બે-બે મૌની બાબા છે.

શિવરાજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પણ જોરદાર પ્રહાર કર્યો. શિવરાજસિંહ ચૌહાણે મધ્યપ્રદેશમાં પોતાની બીજેપી સરકાર દ્વારા થયેલા કામોના ભરપૂર વખાણ કર્યા અને જણાવ્યું કે બીજેપી શાસીત રાજ્યોમાં વિકાસ વેગથી થઇ રહ્યો છે.

નરેન્દ્ર મોદી પહેલા ભાષણ આપવા માટે મંચ પર આવેલા શિવરાજસિંહે નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. મધ્યપ્રદેશમાં બીજેપી શાસનના કારણે થયેલા વિકાસના કાર્યોને રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકમાં ઉજાગર કર્યા હતા. મધ્યપ્રદેશમાં બીજેપી સરકાર દ્વારા જે યોજનાઓ ચાલુ કરવામાં આવી હતી તેને ઘણાવી હતી.

જોકે શિવરાજસિંહે જણાવ્યું હતું કે જે રાજ્યોમાં બીજેપીની સરકાર નથી ત્યાની પ્રજાને તેઓ એ વાત સમજાવવા માગે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવા કાર્યો થઇ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X