મોદીના સમર્થનમાં સુરેશ - અદાણીએ વોર્ટન પ્રવાસ રદ કર્યો

સુરેશ પ્રભુએ એ કહેતા પોતાનો પ્રવાસ રદ કરી દીધો છે કે મોદીનું ભાષણ રદ કરવું એ ભારતનું અપમાન છે. બીજી બાજું ભારતીય જનતા પાર્ટીએ પણ આ અંગે અધિકારીક પ્રતિક્રિયા વ્યક્ત કરી દીધી છે.
બીજેપી પ્રવક્તા પ્રકાશ જાવડેકરે આને સામાન્ય બાબત ગણાવતા જણાવ્યું કે વિદેશિઓએ મોદીને ચૂંટવાના નથી પરંતુ ભારતીઓએ તેમને ચૂંટવાના છે. જાવડેકરે જણાવ્યું કે આખી દુનિયા મોદીની મદદ લેવા માંગે છે. વૈશ્વિક સમુદાયથી મિશ્રિત પ્રતિક્રિયાઓ આવી રહી છે અને અંતમાં સૌ કોઇ એકમત થઇ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીનું આ મહિનાના અંતે પ્રતિષ્ઠિત વાર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમમાં યોજાનાર ભાષણનો વિરોધ બાદ રદ કરવામાં આવ્યું છે. પ્રતિષ્ઠિત વોર્ટન સ્કૂલે યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસરો અને વિદ્યાર્થીના વિરોધ બાદ આ પગલાં ભર્યા છે. આ પ્રતિષ્ઠિત વાર્ષિક કાર્યક્રમનું આયોજન સમિતિના પેનસિલવેનિયા યુનિવર્સિટી અને વોર્ટૅન સ્કૂલના મેનેજમેન્ટે આ મુશ્કેલ સ્થિતીમાં નાખવા બદલ માફી માંગી છે.
સમિતિએ જણાવ્યું છે કે હવે નરેન્દ્ર મોદીની જગ્યાએ અન્ય પ્રમુખ ભારતીય નેતા મુખ્ય સંબોધન કરશે અને તેમના નામની જાહેરાત ટુંક સમયમાં કરવામાં આવશે. પરંતુ આ કાર્યક્રમ માટે મોદીને આમંત્રિત કરવાના નિર્ણય પર મક્કમ રહેતા આયોજન સમિતિએ આશા વ્યક્ત કરી છે કે કોઇ વિવાદને આમંત્રણ આપવામાં નહી આવે.












Click it and Unblock the Notifications
