For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Shivsena: શિંદે છાવણીને બે તલવાર અને ઢાલનુ મળ્યુ ચૂંટણી ચિહ્ન, નામ બાલાસાહેબ ચી શિવસેના

શિવસેનાને લઇ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બન્ને પક્ષ પોતાને અશલી શિવસેના ગણાવી રહ્યાં છે. આ રાજકીય ઘમાસાન વચ્ચે ચૂંટણી પંચે શિવસેનાનુ ચૂંટણી ચિહ્ન જપ્ત કરી લીધુ હતુ. જે બાદ બન્ને જુથોએ અલગ ચૂંટણ

|
Google Oneindia Gujarati News

શિવસેનાને લઇ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બન્ને પક્ષ પોતાને અશલી શિવસેના ગણાવી રહ્યાં છે. આ રાજકીય ઘમાસાન વચ્ચે ચૂંટણી પંચે શિવસેનાનુ ચૂંટણી ચિહ્ન જપ્ત કરી લીધુ હતુ. જે બાદ બન્ને જુથોએ અલગ ચૂંટણી ચિહ્ન માટે EC જોડે ગયા હતા. ઉદ્ધવ ઠાકરેએ પોતાના જુથનુ નામ શિવસેના ઉદ્ધવ બાલા સાહેબ રાખ્યુ છે અને તેમને ચૂંટણી ચિહ્ન તરીકે મશાલ આપવામાં આવી છે. આજે એકનાથ શિંદે જુથને પણ પોતાનુ ચૂંટણી ચિહ્ન મળી ગયુ છે. ચૂંટણી પંચે શિંદે જુથને 'બે તલવાર અને ઢાલ'નુ પ્રતિક આપ્યુ છે.

Shivsena

બીજી તરફ, શિંદે જૂથની પાર્ટીને 'બાલાસાહેબચી શિવસેના' રાખવામાં આવી છે. આ સાથે હવે પેટાચૂંટણીમાં પાર્ટી 'બે તલવાર અને ઢાલ'ના ચિહ્ન સાથે મેદાનમાં ઉતરશે. સોમવારે, એકનાથ શિંદેએ બાળ ઠાકરે સાથે તેમની જૂની પાર્ટી શેર કરતા લખ્યું કે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના મજબૂત હિન્દુત્વ વિચારોનો આખરે વિજય થયો... અમે બાલા સાહેબના વિચારોના વારસદાર છીએ...#બાલાસાહેબકી_શિવસેના

તમને જણાવી દઈએ કે શિવસેનાના ધારાસભ્ય રમેશ લટકેના નિધન બાદ અંધેરી પૂર્વ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. અહીં 3 નવેમ્બરે મતદાન થશે. આવી સ્થિતિમાં બંને પક્ષ પોતપોતાના દાવા સાથે ચૂંટણી પંચ સુધી પહોંચ્યા હતા.

English summary
Shivsena: Shinde camp gets election symbol of two swords and a shield
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X