• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદીને ખજાના વિશે શોભન સરકારનો પત્ર, ટ્વિટર પર આપ્યો જવાબ

|

નવી દિલ્હી, 21 ઓક્ટોબર: ઉન્નાવના ડોંડિયા ખેડા ગામના કિલ્લામાં 1000 ટન સોનાના ખોદકામના મુદ્દે સાધુ શોભન સરકારની તરફથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. મોદીએ પણ આ પત્રનો જવાબ આપતા ટ્વિટર પર લખ્યું છે કે ઘણા લોકો સંત સુશોભન સરકારનું અનુસરણ કરે છે. સાધુની તપશ્ચર્યા અને ત્યાગને મારા પ્રણામ. હું ભારત સરકારને આગ્રહ કરું છું કે દેશ બહારના કાળા નાણાના મુદ્દે તે પોતાની છબિ સુધારે અને તેની પર એક શ્વેતપત્ર દાખલ કરી દેશની જનતાને આશ્વત કરે.

શોભન સરકારનો મોદીને પત્ર:
આદરણીય નરેન્દ્ર ભાઇ,
વિનમ્રતાપૂર્વક કહેવા માંગુ છું કે કેન્દ્ર સરકાર અને શ્રીમતી સોનિયા ગાંધી પર હુમલો કરવાની ઉતાવળમાં આપે સંતની મર્યાદાનું પણ ઉલ્લંઘન કરી દીધું છે. સત્ય સંકલ્પ શ્રી સ્વામી શોભન સરકારજીએ જે સપનું જોયું, તે આ રાષ્ટ્રને વિશ્વની સૌથી શક્તિશાળી આર્થિક શક્તિ બનાવવાનું છે.

એ સપનાને પૂરું કરવા માટે સ્વામીજીએ ભારત સરકારને અમેરિકા અને બ્રિટેન બંને દેશોના કુલ સંયુક્ત સુવર્ણ ભંડારથી વધારે સુવર્ણ ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ કર્યો હતો, જે અંતર્ગત તેમણે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસનને પત્ર મોકલીને અનુરોધ કર્યો કે ડોંડિયા ખેડામાં એક સ્થાનની તપાસ જીએસઆઇ દ્વારા કરાવી લેવામાં આવે જો જીએસઆઇ તપાસમાં તથ્ય પ્રમાણિત થાય તો ખોદકામ કાર્ય કરાવી લેવામાં આવે. અત્રે તો માત્ર એક હજાર ટન સોનાની વાત છે, શોભન સરકારજીએ તો રાષ્ટ્રને 21 હજાર ટન સુવર્ણ કોષ ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ કર્યો છે. આપ જેવા પ્રભાવશાળી નેતાને વિનંતી છે કે ખોટા નિવેદનો કરીને સમય ના વેડફો.

આપની સરકાર અટલજીના નેતૃત્વમાં પોતાનો કાર્યકાળ પૂરું કરી ચૂંકી છે. ત્યારે આપની સરકાર કાળું નાણું સ્વિસ બેંકમાંથી કેમ લાવી શકી નહીં. મોદીજી એક સવાલ, આપની પાર્ટી આપની બ્રાંડિંગ કરવા માટે જેટલું નાણું રોજ ખર્ચ કરી રહી છે, તે કાળું છે કે સફેદ? શું આપ જણાવવાની કૃપા કરશો? આપ મીડિયાની નઝરોમાં દેશના ભાવિ વડાપ્રધાનના રૂપમાં જોવાઇ રહ્યા છો. સામાન્ય જનતા અને દેશનો સંત સમાજ કેટલાંક બિંદુઓ પર આપના વિચાર જાણવા માંગે છે.

હું સામાન્ય જનતા અને સંતોના આ સવાલો પર આપને સાર્વજનિક બિંદુવાર ચર્ચા માટે સાદર આમંત્રિત કરું છું. એક લંગોટી, એક અચલા અને એક મોબાઇલ મારી કુલ પ્રોપર્ટી છે. રાજનીતિમાં મને કોઇ રસ નથી. પરંતુ દેશના સામાન્ય રસ્તે જતો માણસ જે દેશના કૂલ વોટરોમાંથી લગભગ 50 ટકા હશે, તેમના સવાલોના જવાબ આપને ખુલા મંચ પર પૂછવા માંગુ છું.

બબલૂજીએ કર્યા મોદી પર પ્રહાર:
સંત શોભન સરકારના શિષ્ય ઓમ મહારાજના સહયોગી બબલૂજીએ જણાવ્યું છે કે સપનાના આધાર પર મોદીજીએ જે નિવેદન કર્યું છે તે ખુબ જ આપત્તિજનક છે. બબલૂજીએ જણાવ્યું કે સપનાના આધાર પર મોદીજીએ જે નિશાનો સાધ્યો છે તેના માટે અમે એ સવાલ કરીએ છીએ કે તેઓ સપનાવાળી વાત કેવી રીતે કહી શકે છે. તેમને પ્રશ્ન છે કે આ તથ્ય કેવી રીતે મળ્યું. વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે ત્યાં સોનું છે. મોદી જે વડાપ્રધાન બનવાના છે, તેઓ કેવી રીતે આવી ઉતરતી વાત કરી શકે છે.

સપનાના આધાર પર દાવો:
આ એ જ શોભન સરકાર છે જેમણે કિલ્લામાં 1000 ટન સોનું ધરબાયેલું હોવાનો દાવો કર્યો હતો. મીડિયા રિપોર્ટના હવાલાથી સમાચાર આવ્યા હતા કે તેમણે જણાવ્યું હતું કે તેમના સપનામાં રાજા રામબખ્શે કહ્યુ હતું કે અત્રે ખજાનો દટાયેલો છે. જોકે બાદમાં તેમણે જણાવ્યું કે તેમને કોઇ સપનું નહી પરંતુ દસ્તાવેજોના આધાર પર આવો દાવો કર્યો હતો. બાદમાં જીએસઆઇએ અત્રેનો સર્વે કર્યો અને ત્રણ દિવસથી ખોદકામ થઇ રહ્યું છે. પરંતુ આને લઇને સવાલો ઉઠી રહ્યા છે કે શું સપનાના આધારે ખોદકામ કરવું યોગ્ય છે. જોકે એએસઆઇએ કહ્યું છે કે જીએસઆઇના સર્વેના આધાર પર ખોદકામ થઇ રહ્યું છે.

મોદીએ કરી હતી ટિખળ:
નરેન્દ્ર મોદીએ કિલ્લામાં ખોદકામને લઇને યુપીએ સરકારની જોરદાર ટિખળ કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે એક સપનાના આધારે કેન્દ્રએ ડોંડિયા ખેડા ગામના કિલ્લામાં ખોદકામ શરૂ કરાવી દીધું. મોદીએ જણાવ્યું કે સરકારને સપનાના આધાર પર ખોદકામ કર્યું, જોકે તેમણે વિદેશોમાંથી કાળુનાણું ભારતમાં પાછું લાવવું જોઇએ.
ખોદકામને લઇને શરૂઆતમાં તો ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. પરંતુ હવે એ ઉત્સાહ ઠંડો પડવા લાગ્યો છે. મીડિયાએ સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે, સાથે સાથે સ્થાનિય લોકોની ભીડ પણ હવે ઓછી થવા લાગી છે. પહેલા હતું તેવું 'પિપલી લાઇવ' જેવું દ્રશ્ય હવે અત્રે દેખાઇ નથી રહ્યું.

lok-sabha-home

English summary
Shobhan Sarkar written letter to Narendra Modi After criticism of hunt for buried gold, Modi gave answer on tweeter.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more