RIP Sridevi: શ્રીદેવી ના નિધન પર કોંગ્રેસનું વિવાદિત ટવિટ
બોલિવૂડ સુપરસ્ટાર શ્રીદેવીના નિધન પર દરેક લોકો તેમની આત્માને શાંતિ આપી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવેલું ટવિટ વિવાદોમાં આવી ચૂક્યું છે.
બોલિવૂડ સુપરસ્ટાર શ્રીદેવીના નિધન પર દરેક લોકો તેમની આત્માને શાંતિ આપી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવેલું ટવિટ વિવાદોમાં આવી ચૂક્યું છે. ખરેખરમાં શ્રીદેવી ને તેમના શાનદાર અભિનય માટે પદ્મશ્રી આપવામાં આવ્યો હતો. જે રીતે કોંગ્રેસ તરફથી ટવિટ કરીને આ વાત જણાવવામાં આવી કે તેમને પદ્મશ્રી કોંગ્રેસ કાર્યકાલ દરમિયાન 2013 દરમિયાન પદ્મશ્રી આપવામાં આવ્યો હતો ત્યારપછી ટવિટ વિવાદોમાં આવી ગયી.

આવા સમયે રાજનીતિ ના કરવી જોઈએ
કોંગ્રેસ પાર્ટી તરફથી ટવિટ કરીને લખવામાં આવ્યું કે અમે શ્રીદેવીના નિધન પર દુઃખ વ્યક્ત કરીયે છે તેઓ શાનદાર અભિનેત્રી હતા, એક લેજેન્ડ હતા જેઓ આજે પણ લોકોના દિલોમાં જીવિત છે. તેમને વર્ષ 2013 દરમિયાન યુપીએ સરકાર ઘ્વારા પદ્મશ્રી આપવામાં આવ્યો હતો. કોંગ્રેસ તરફથી કરવામાં આવેલી ટવિટની ચારે તરફ થી નિંદા કરવામાં આવી રહી છે. લોકો કહી રહ્યા છે કે આવા સમયે રાજનીતિ ના કરવી જોઈએ.

કોંગ્રેસની અંદર આત્મસમ્માન નથી બચ્યું
ટ્વિટર પર લોકો ઘ્વારા જણાવવામાં આવ્યું કે શુ ખરેખર આ લોકો ગંભીર છે? આ બતાવવું જરૂરી છે કે તેમને કોંગ્રેસ કાર્યકાલ દરમિયાન પદ્મશ્રી આપવામાં આવ્યો હતો? કોંગ્રેસને શરમ આવવી જોઈએ. ત્યાં જ બીજા એક યુઝરે લખ્યું કે કોંગ્રેસની અંદર આત્મસમ્માન નથી બચ્યું. એટલા માટે તેઓ જે પણ કરે તેમને કોઈ જ ચિંતા નથી.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
આપણે જણાવી દઈએ કે શ્રીદેવી નું શનિવારે મોડી રાત્રે હાર્ટ એટેકથી મૃત્યુ થઇ ગયું હતું/ તેમના મૃત્યુની જાણકારી બોની કપૂર અને સંજય કપૂર ઘ્વારા આપવામાં આવી. શ્રીદેવી ના નિધન પર ખાલી બોલિવૂડ જ નહીં પરંતુ દરેક વર્ગના લોકોએ દુઃખ વ્યક્ત કર્યું. જાતે નરેન્દ્ર મોદી એ શ્રીદેવીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.












Click it and Unblock the Notifications
