For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયાના દોષિતોને ખુદ ફાંસી આપવા માગે છે ઈન્ટરનેશનલ શૂટર, લોહીથી લખ્યો પત્ર

નિર્ભયાના દોષિતોને ખુદ ફાંસી આપવા માગે છે ઈન્ટરનેશનલ શૂટર, લોહીથી લખ્યો પત્ર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશના દરેક ખુણેથી નિર્ભયાના દોષિતોને ફાંસી આપવાની માંગણી તેજ થઈ ગઈ છે, આ ક્રમમાં ઈન્ટરનેશનલ શૂટર વર્તિકા સિંહે ગૃહમંત્રી અમિત શાહને પોતાના ખુનથી પત્ર લખી સૌકોઈને દંગ કરી દીધા છે, શૂટરે ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ માંગણી કરી છે કે નિર્ભયાના ચારેય દોષિતોને કોઈ મહિલા દ્વારા ફાંસી આપવામાં આવે, તે ખુદ પોતાના હાથોથી ચારેયને ફાંસી આપવા માગે છે.

ઈન્ટરનેશનલ શૂટર વર્તિકા સિંહ લોહીથી પત્ર લખ્યો

ઈન્ટરનેશનલ શૂટર વર્તિકા સિંહ લોહીથી પત્ર લખ્યો

વર્તિકાએ સાથે જ દેશની તમામ અભિનેત્રીઓ અને મહિલા ખેલાડીઓને અપીલ કરી છે કે તે બધા પણ તેની વાતનું સમર્થન કરે અને અમિત શાહને અપીલ કરે, આમ તો તમને જણાવી દઈએ કે નિર્ભયા ગેંગરેપ-હત્યા મામલે ચારેય દોષિત પવન, મુકેશ, અક્ષય અને વિનયને જલદી જ ફાંસી આપવાની અરજી પર 18 ડિસેમ્બરે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે, નિર્ભયાની માએ કહ્યું કે ચારેય દોષિ ફાંસીની સજાથી બચવા માટે કાનૂની દાવપેંચ અપનાવી રહ્યા છે, પરંતુ હવે બહુ થયું, હવે ન્યાય મળવો જોઈએ.

તિહાર જેલમાં ફાંસી આપવામાં આવે

આમ તો મીડિયા સૂત્રો મુજબ નિર્ભયા ગેંગરેપના દોષિતોને ફાંસી આપવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે, તિહાર જેલમાં જે જગ્યાએ ફાંસી આપવાની છે, ત્યાં સાફ-સફાઈનું કામ પણ શરૂ થઈ ગયું છે, ટાઈમ્સના અહેવાલ મુજબ જેલે ડમી ફાંસીનું ટ્રાયલ પણ કર્યું છે, જો કે રાષ્ટ્રપતિ તરફથી આ દોષિતોને ફાંસી આપનાર દયા અરજી પર અત્યાર સુધી કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી પરંતુ અગાઉ તિહાર જેલમાં ફાંસીની કોઠી અને અન્ય ચીજોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

એક દોષીનું મોત થઈ ચૂક્યું છે

એક દોષીનું મોત થઈ ચૂક્યું છે

ઉલ્લેખનીય છે કે નિર્ભયાગાંગરેપ મામલામાં છ દોષિતોમાંથી એકનું જેલમા જ મોત થઈ ચૂક્યું છે, જ્યારે એક સગીર સજા કાપી જેલથી બહાર આવી ચૂક્યો છે, 16 ડિસેમ્બર 2012ની રાતે થયેલ આ ઘટનાથી દેશ સ્તબ્ધ રહી ગયો હતો, જ્યારે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ હવે આ મામલો પોતાના અંજામ સુધી પહોંચતો દેખાઈ રહ્યો છે. સામૂહિક દુષ્કર્મ અને હત્યાના આ મામલે દોષી મુકેશ, પવન શર્મા, અક્ષય ઠાકુર અને વિનય શર્માને ફાંસી આપવાની તૈયારી થઈ રહી છે.

કચ્છમાં મળી પાકિસ્તાની બોટ, BSFની ટુકડીએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુંકચ્છમાં મળી પાકિસ્તાની બોટ, BSFની ટુકડીએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું

English summary
shooter vartika singh want to execute punishment of nirbhaya convicts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X