શોપિયાંમાં SPO ની હત્યા બાદ કોઈ SPO એ નથી આપ્યુ રાજીનામુઃ ગૃહમંત્રાલય
ગૃહમંત્રાલયે એ સમાચારોનું ખંડન કરી દીધુ છે જેમાં કહેવામાં આવ્યુ હતુ કે જમ્મુ કાશ્મીરના શોપિયાંમાંથી અપહરણ કરાયેલ ત્રણ SPO ની હત્યા બાદ રાજ્યના સાત પોલિસકર્મી રાજીનામા આપી ચૂક્યા છે.
ગૃહમંત્રાલયે એ સમાચારોનું ખંડન કરી દીધુ છે જેમાં કહેવામાં આવ્યુ હતુ કે જમ્મુ કાશ્મીરના શોપિયાંમાંથી અપહરણ કરાયેલ ત્રણ SPO ની હત્યા બાદ રાજ્યના સાત પોલિસકર્મી રાજીનામા આપી ચૂક્યા છે. ગૃહ મંત્રાલય તરફથી જારી કરેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ કે મીડિયાના એક વર્ગમાંથી એવા સમાચાર આવી રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે રાજ્યના કેટલાક પોલિસ અધિકારીઓ (SPO) એ રાજીનામા આપ્યા છે. ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે જમ્મુ કાશ્મીર પોલિસ તરફથી પણ આ પ્રકારના સમાચારોને ખોટા ગણાવવામાં આવ્યા છે.

તોફાની તત્વોનું ષડયંત્ર
ગૃહ મંત્રાલયે આ સમાચારોને તોફાની તત્વોનું ષડયંત્ર ગણાવ્યુ છે. સાથે કહ્યુ છે કે આ સમાચારો પ્રોપાગાંડાનો હિસ્સો છે જેને તોફાની તત્વો આગળ વધારી રહ્યા છે. ખાસ વાત એ છે કે આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા જેમાં કેટલાક SPO પોતાના રાજીનામાનું એલાન કરી રહ્યા છે. આ સમાચારો ત્યારે આવ્યા જ્યારે શોપિયાંમાં ત્રણ SPO ના ગોળીઓથી વિંધાયેલા શબ પોલિસને મળ્યા હતા. આતંકવાદીઓએ શુક્રવારે સવારે ચાર પોલિસકર્મીઓનું અપહરણ કરી લીધુ હતુ જેમાં એકને આતંકવાદીઓએ મુક્ત કરી દીધા હતા. આ મામલે ડીજીપી દિલબાગ સિંહનું કહેવુ છે, ‘પોલિસ જનતા માટે કામ કરે છે, કોઈને નુકશાન પહોંચાડવા માટે નહિ. પોલિસ જવાનો અંગે કોઈ પણ પ્રકારની અફવાઓ ના ફેલાવવી જોઈએ. જો આવી ઘટના બની છે અમે તેની તપાસ કરીશુ.' ડીજીપી સિંહે કહ્યુ કે બધા પોલિસવાળા પોતાની ફરજ ઘણી સારી રીતે કરી રહ્યા છે.
|
સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા છે વીડિયો
કાશ્મીર પોલિસમાં એક સીનિયર અધિકારીએ પણ કહ્યુ છે કે હજુ સુધી વીડિયોની સત્યતા સાબિત થઈ નથી. વીડિયો મેસેજ દ્વારા જે દાવા કરવામાં આવી રહ્યા છે તેમાં કેટલી સચ્ચાઈ છે તે હજુ સુધી માલુમ પડી શક્યુ નથી. ટ્વિટર પર ઓછામાં ઓછા આવા છ વીડિયો જારી કરવામાં આવ્યા હતા. જેમાં દાવા કરવામાં આવ્યા હતા કે છ SPO એ શોપિયાંની ઘટના બાદ ઓનલાઈન રાજીનામા આપ્યા છે. એક વીડિયોમાં એક પોલિસકર્મી જેનુ નામ શબ્બીર અહેમદ ઠોકર બતાવવામાં આવી રહ્યુ છે તે દક્ષિણ કાશ્મીરનો રહેવાસી છે. ઠોકર વીડિયોમાં કહેતા જોવા મળી રહ્યા છે કે તે છેલ્લા આઠ વર્ષોથી SPO તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે તેને પોલિસ ફોર્સ છોડી દેવી જોઈએ. તેણે વીડિયોમાં એ પણ કહ્યુ છે કે તેણે કોઈ પણ દબાણમાં આવીને આ નિર્ણય નથી લીધો.

હત્યા પાછળ લશ્કરનું ષડયંત્ર
વધુ એક SPO નો વીડિયો સામે આવ્યો છે. આ SPO એ સોમવારે રાજીનામુ આપ્યુ છે અને આ વીડિયોમાં કહેતા જોવા મળી રહ્યા છે કે વીડિયો દ્વારા તે એ તમામ શંકાઓ પર પૂર્ણ વિરામ લગાવી રહ્યા છે જે લોકોના દિમાગમાં ચાલી રહી છે. શોપિયાંમાં ત્રણ પોલિસકર્મીઓની હત્યા પાછળ લશ્કર એ તોઈબાના આતંકવાદીઓને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર લગભગ બે ડઝન આતંકીઓ શુક્રવારે દક્ષિણ કાશ્મીરના બે ગામોમાં સ્થિત ઘરોમાં દાખલ થયા હતા અને પોલિસકર્મીઓને પોતાની સાથે લઈ ગયા હતા. હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર રિયાઝ નાઈકૂ પહેલા જ ઘણી વાર સ્થાનિક પોલિસકર્મીઓ ખાસ કરીને SPO ને રાજીનામા આપવાની ધમકી આપી ચૂક્યો છે. નાઈકૂની માનીએ તો સરકાર તે પોલિસકર્મીઓનો તેમની સામે ઉપયોગ કરી રહી છે.












Click it and Unblock the Notifications
