જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમા સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમાં સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા, સર્ચ ઓપરેશન ચાલુ
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શોપિયાં સ્થિત તુર્કવંગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એન્કાઉન્ટરમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાના જવાન સામેલ છે. જાણકારી મુજબ આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છૂપાયા હતા જે બાદ સુરક્ષાકર્મીઓએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી. અત્યાર સુધી સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે અને હજી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

જણાવી દઇએ કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની સંખ્યા ઘટી છે. જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજી દિલબાગ સિંહે સોમવારે મીડિયા સાથે વાતચીત કરતા આ જાણકારી આપી કે સુરક્ષા બળોએ પેર્લિથી લઇ મે સુધી આતંકવાદીઓનો સફાયો કરવાનું મોટું કામ કર્યું છે. તેમણે જણાવ્યું કે જૂન મહિનાના પહેલા 15 દિવસમાં 27 આતંકવાદીઓને ઠાર મારવામાં આ્યા છે. ડીજીપીએ કહ્યું કે આ આતંકવાદીઓએ હથિયાર અને ગોળા બારૂદની કમીન સામનો કરવો પડી રહ્યો છે, જો કે પાકિસ્તાન એજન્સી ઉગ્રવાદી સંગઠનો સુધી હથિયારો પહોંચાડવાનું પૂરજોશથી કામ કરી રહી છે.
આ કોશિશને પગલે જ આતંકીઓના કેટલાય લોકલ કનેક્શનનો પણ ખુલાસો થયો છે જેની તપાસ ચાલી રહી છે. પાકિસ્તાની એજન્સીઓ જમ્મૂ-કાશ્મીરમાં સીમાઓ પર હથિયાર પહોંચાડવામાં મુશ્કેલીનો સામનો કરી રહી છે, નવી સીમાઓની શોધ કરી રહી છે. તેઓ હવે પંજાબની સીમાથી થઇ હથિયાર મોકલવાની કોશિશ કરી રહી છે. દિલબાગ સિંહે જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં હવે માત્ર ચાર આતંકવાદીઓ સક્રિય છે, જેમાંથી ડોડા જિલ્લામાં માત્ર એક જ સક્રિય છે.












Click it and Unblock the Notifications
