For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Shraddha Murder Case: આરોપી આફતાબના પિતાએ જણાવ્યો દીકરાનો વ્યવહાર અને કેવો હતો તેનો શ્રદ્ધા સાથેનો સંબંધ

શ્રદ્ધા વૉકર હત્યાકાંડ કેસમાં દિલ્લી પોલીસે ગુરુવારે આરોપી આફતાબ અમીન પૂનાવાલાના પિતાનુ નિવેદન નોંધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

Shraddha Murder Case: શ્રદ્ધા વૉકર હત્યાકાંડ કેસમાં દિલ્લી પોલીસે ગુરુવારે આરોપી આફતાબ અમીન પૂનાવાલાના પિતાનુ નિવેદન નોંધ્યુ છે. દિલ્લી પોલીસે આફતાબના પિતાને તેમના દીકરાના વ્યવહાર અને શ્રદ્ધા વૉકર સાથે તેમના દીકરાનો સંબંધ કેવો હતો તે વિશે પૂછપરછ કરી હતી. હિંદુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા સમાચાર મુજબ કેસની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આરોપી આફતાબના પિતાએ જણાવ્યુ કે આફતાબ એકલો અને સ્વતંત્ર રીતે રહેતો હતો અને તે પરિવારથી અલગ રહેતો હતો. પરિવાર સાથે વધુ સંપર્કમાં નહોતો રહેતો અને પરિવાર સાથે બહુ ઓછી વાતો કરતો હતો. દિલ્લી પોલીસના અધિકારીઓએ ગુરુવારે આફતાબ પૂનાવાલાના પિતાનુ નિવેદન નોંધ્યુ હતુ.

આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ સતત રોકવામાં આવ્યો

આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ સતત રોકવામાં આવ્યો

આ ઘટનાથી પરિચિત એક અધિકારીએ જણાવ્યુ હતુ કે ફોરેન્સિક નિષ્ણાતોએ જણાવ્યુ હતુ કે શંકાસ્પદ આફતાબના પોલીગ્રાફ ટેસ્ટનુ બીજુ સત્ર સતત રોકવામાં આવ્યુ હતુ કારણ કે તે બીજા દિવસે પણ બીમાર પડી ગયો હતો. ગુરુવારે દિલ્લી પોલીસના અધિકારીઓ 28 વર્ષીય પૂનાવાલાને પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માટે સવારે 11.50 વાગે રોહિણીમાં FSL ઑફિસમાં લઈ ગયા. મંગળવારે પરીક્ષણ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન તેને પોતાના વિશે મૂળભૂત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

આજે પણ થશે પોલીગ્રાફ ટેસ્ટ

આજે પણ થશે પોલીગ્રાફ ટેસ્ટ

પોલીગ્રાફ ટેસ્ટ પછી ડૉકટરો શહેરની હૉસ્પિટલમાં પૂનાવાલા પર નાર્કો-વિશ્લેષણ પરીક્ષણ કરવા માટે તૈયાર છે. એફએસએલના સહાયક નિયામક સંજીવ ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, 'પરીક્ષણ કલાકો સુધી ચાલ્યુ હતુ. સત્ર દરમિયાન તેને તાવ આવ્યો અને તે પૂરુ થઈ શક્યુ નહિ. જો તેની તબિયત સારી હશે તો અમે તેને ફરીથી બોલાવીશુ. તમને જણાવી દઈએ કે આફતાબ પૂનાવાલાને શુક્રવારે સવારે પણ પોલીગ્રાફ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો છે.

શ્રદ્ધાએ 2020માં કરી હતી આફતાબની ફરિયાદ

શ્રદ્ધાએ 2020માં કરી હતી આફતાબની ફરિયાદ

આફતાબ પૂનાવાલા પર આ મેમાં તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વૉકરની હત્યા કરવાનો, તેના શરીરના 35 ટુકડા કરવાનો અને તેના શરીરના ભાગોને દિલ્લી અને તેની આસપાસના જંગલોમાં ફેંકી દેવાનો આરોપ છે. તમને જણાવી દઈએ કે નવેમ્બર 2020માં શ્રદ્ધા વૉકરે મહારાષ્ટ્રના પાલઘરના તુલિંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે કહ્યુ હતુ કે પૂનાવાલાએ તેને મારી નાખવાની અને તેના શરીરને ટૂકડા-ટૂકડા કરી નાખવાની ધમકી આપી હતી.

English summary
Shraddha Murder Case: Aaftab Poonawala father statement, Know what he says in detail here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X