For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'શબ કાપતી વખતે બાથરુમનો નળ ખુલ્લો હતો જેથી...', પાણીના બિલથી ખુલી શકે છે શ્રદ્ધા હત્યાકાંડનો રાઝ!

આફતાબના પાણીના બિલનો એંગલ તપાસને નવો વળાંક આપી શકે છે.

|
Google Oneindia Gujarati News

શ્રદ્ધા હત્યાકાંડઃ દિલ્લીના શ્રદ્ધા વૉકર હત્યાકાંડમાં રોજેરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે જણાવ્યુ કે આરોપી આફતાબ અમીન પૂનાવાલા પોતાની લિવ-ઈન પાર્ટનરની હત્યા કર્યા બાદ તેના શબને કાપવા માટે બાથરુમમાં લઈ ગયો હતો. બાથરુમમાં તેણે શ્રદ્ધાના શરીરને હેક કરવા અને લોહીના ધબ્બા સાફ કરવા માટે નળ અને શાવરનુ પાણી સતત ચાલુ રાખ્યુ હતુ. જેના કારણે એ મહિને તેનુ પાણીનુ બિલ આવ્યુ હતુ. દિલ્લીમાં કોઈ બે લોકોના ફ્લેટથી પાણીનુ બિલ આવવુ અસામાન્ય વાત છે કારણકે દિલ્લીમાં સામાન્ય રીતે 20,000 લિટર પાણી દર મહિને ફ્રી મળે છે. તેમછતાં આફતાબનુ 300 રુપિયા પાણીનુ બિલ બાકી હતુ. આ એંગલ કેસની તપાસમાં નવો વળાંક લાવી શકે છે.

ફ્લેટના કેરટેકરો ખોલ્યા રાઝ

ફ્લેટના કેરટેકરો ખોલ્યા રાઝ

આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યાના ત્રણ દિવસ પહેલા 15 મેના રોજ ભાડા પર મકાન લીધુ હતુ. આફતાબ પૂનાવાલાના પહેલા માળના ફ્લેટના કેરટેકર રાજેન્દ્ર કુમારે જણાવ્યુ કે, આફતાબ પૂનાવાલાના પાણીનુ બિલ બાકી છે. પાણીનુ બિલ આવવુ અસામાન્ય હતુ કારણ કે ત્રણ માળની ઇમારતના અન્ય કોઈ ભાડૂઆતોએ પહેલા ક્યારેય પાણીનુ બિલ નથી આવ્યુ કારણકે ઘરનો કુલ વપરાશ હંમેશા મફત પાણી માટેની 20,000 લિટરની મર્યાદાથી ઓછો હોય છે. જો કે, હજુ તે સ્પષ્ટ નથી કે આખી બિલ્ડિંગમાં ત્રણ ફ્લેટોમાંથી દરેક માટે એક કનેક્શન અથવા અલગ-અલગ પાણીના મીટિર હતા કે નહિ. પરંતુ પાણીનુ બિલ 300 રૂપિયા આવવાનો અર્થ છે કે 20 હજાર લીટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બાથરૂમના નળ અને શાવર ચાલુ જ રાખ્યા હશે

બાથરૂમના નળ અને શાવર ચાલુ જ રાખ્યા હશે

રાજેન્દ્ર કુમારે જણાવ્યુ હતુ કે, 'પૂનાવાલાનુ પાણીના બિલ માટે રૂ. 300નુ બિલ પેન્ડીંગ હતુ. મીડિયા રિપોર્ટ મુજબ પૂનાવાલાએ તેની ગર્લફ્રેન્ડની લાશને બાથરૂમમાં કાપી હતી. તેથી મને શંકા છે કે તેણે આ બધા મહિનામાં મોટાભાગના પાણીનો ઉપયોગ લોહીને સાફ કરવા માટે કર્યો હશે. જ્યાં સુધી તેણે મૃતદેહને બાથરૂમમાં રાખ્યો ત્યાં સુધી તેણે બાથરૂમના નળ અને શાવર ચાલુ જ રાખ્યા હશે.

હત્યા પછી પાણીનો વધુ ઉપયોગ થયો

હત્યા પછી પાણીનો વધુ ઉપયોગ થયો

તપાસ સાથે સંકળાયેલા એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યુ કે આ કેસની તપાસ કરી રહેલી ટીમને આની જાણ છે. તેઓ એવી શક્યતા તપાસી રહ્યા છે કે ગુના બાદ પૂનાવાલાએ પોતાના ફ્લેટને સાફ કરવા માટે વધારાના પાણીનો ઉપયોગ કર્યો હતો. પૂનાવાલાએ ખુલાસો કર્યો હતો કે શ્રદ્ધાના શરીરને કાપતી વખતે તેણે બાથરૂમમાં પાણીનો નળ ચાલુ રાખ્યો હતો માટે અમે આ વધારાના પાણીના ઉપયોગના એંગલની તપાસ કરી રહ્યા છીએ.

English summary
Shraddha Murder Case: Aftab Poonawala water bill may open the secrets of Shraddha massacre
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X