Shraddha Murder Case: શ્રદ્ધા સાથે પહેલા પણ મારપીટ અને હત્યાની કોશિશ કરી હતી આફતાબે, પૂર્વ બૉસે જણાવી કહાની

રોજેરોજ થઈ રહેલા ખુલાસા વચ્ચે હવે શ્રદ્ધાના એક્સ બૉસ કરણ ભક્કીએ પણ એક ચોંકાવનારી વાત કહી છે.

Shraddha Murder Case: લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાનુ ગળુ દબાવી હત્યા કરી બાદમાં તેના શરીરના 35 ટૂકડા કરી દેનાર આફતાબ આ અગાઉ પણ ઘણા વર્ષોથી તેની સાથે મારપીટ કરતો હતો. તેણે આ પહેલા પણ શ્રદ્ધાનુ ગળુ દબાવી તેને મારવાની કોશિશ કરી હતી. રોજેરોજ થઈ રહેલા ખુલાસા વચ્ચે હવે શ્રદ્ધાના એક્સ બૉસ કરણ ભક્કીએ પણ એક ચોંકાવનારી વાત કહી છે.

બંને પતિ-પત્ની હતા એમ અમને જણાવવામાં આવ્યુ હતુ

બંને પતિ-પત્ની હતા એમ અમને જણાવવામાં આવ્યુ હતુ

શ્રદ્ધાના પૂર્વ બૉસ કરણે એનડીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યુ કે વર્ષ 2020માં જ્યારે આફતાબે શ્રદ્ધા સાથે મારપીટ કરી હતી ત્યારે તેણે તેની મદદ માંગી હતી. તે આફતાબને પોતાનો પતિ કહેતી હતી. તેણે દાવો કર્યો છે કે શ્રદ્ધા આફતાબ સાથે એક અબ્યુઝીવ અને અપમાનજનક રિલેશનશિપમાં હતી. કરણ ભક્કીએ જણાવ્યુ કે તેમને તો એ જ જણાવવામાં આવ્યુ હતુ કે શ્રદ્ધા અને આફતાબ પરિણીત હતા.

શ્રદ્ધાએ પોલીસમાં કરી હતી ફરિયાદ

શ્રદ્ધાએ પોલીસમાં કરી હતી ફરિયાદ

2020ની એક ઘટના વિશે વાત કરતા કરણે કહ્યુ, 'શ્રદ્ધાના આખા ચહેરા પર ઈજાના નિશાન હતા. તેની ગરદન પર પણ મોટા નિશાન હતા. શ્રદ્ધાએ ત્યારબાદ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી પરંતુ આફતાબે માફી માંગી હતી. બાદમાં શ્રદ્ધા તેની સાથે પાછી જતી રહી. આફતાબે એ વખતે કહ્યુ કે હવે તે આવી ઘટના ફરીથી નહિ કરે.'

આફતાબના માતાપિતા પણ હતા વાકેફ

આફતાબના માતાપિતા પણ હતા વાકેફ

શ્રદ્ધાના ભૂતપૂર્વ બૉસે કહ્યુ કે જ્યારે મારપીટવાળી ઘટના બની ત્યારે આફતાબના માતા-પિતાએ પણ દરમિયાનગીરી કરી અને કહ્યુ કે તેને એ ફ્લેટમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે જેમાં બંને રહેતા હતા. આ ઘટના બાદ શ્રદ્ધા પૂર્વ બૉસ પાસે મદદ માટે ગઈ હતી. પૂર્વ બૉસે શ્રદ્ધા માટે ઘર શોધવામાં મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. કરણ ભક્કીએ કહ્યુ કે તેણે થોડો સમય તેના ઘરે રહેવાની ઑફર પણ કરી હતી.

બહુ ખુશ રહેનાર છોકરી હતી શ્રદ્ધા

બહુ ખુશ રહેનાર છોકરી હતી શ્રદ્ધા

કરણે કહ્યુ કે તેણે 2020થી માર્ચ 2021 સુધી શ્રદ્ધા સાથે કામ કર્યુ. તેણે કહ્યુ કે શ્રદ્ધા ખૂબ જ ખુશ રહેનાર છોકરી હતી. ઑફિસના કામ માટે તે હંમેશા અહીંથી ત્યાં જતી હતી. આ પહેલા શ્રદ્ધાના ઘણા મિત્રો પણ આફતાબની મારપીટવાળી વાતો જણાવી ચૂક્યા છે. આ પહેલા શ્રદ્ધાના મિત્ર લક્ષ્મણ નાદરે ઈન્ડિયા ટુડેને જણાવ્યુ હતુ કે તેની અને આફતાબ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X