Shraddha Murder case: આફતાબના ફ્લેટમાંથી મળેલા લોહીના સેમ્પલ શ્રદ્ધાના જ છે, CFSLએ કરી પુષ્ટિ
દિલ્લીના ચકચારી શ્રદ્ધા હત્યાકાંડમાં આફતાબના ફ્લેટમાંથી મળેલા લોહીના સેમ્પલ મૃતકના જ છે તેની ફૉરેન્સિક લેબે પુષ્ટિ કરી છે.
Shraddha Murder case: દિલ્લીના ચકચારી શ્રદ્ધા વૉકર હત્યાકાંડમાં આફતાબ પૂનાવાલાના ફ્લેટમાંથી મળેલા લોહીના સેમ્પલ શ્રદ્ધાના જ છે તેની કેન્દ્રીય ફૉરેન્સિક લેબે પુષ્ટિ કરી છે. માટે હવે આફતાબ સામે પોલીસની તપાસ વધુ નક્કર બની છે. આફતાબના ફ્લેટ પર મળેલા લોહીના સેમ્પલને શ્રદ્ધાના પિતાના લોહીના સેમ્પલથી મિલાવવામાં આવ્યા છે. લેબના આ રિપોર્ટને કોર્ટમાં સ્વીકારવામાં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે આફતાબ પર આરોપ છે કે તેણે તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેના શરીરના 35 ટુકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. શ્રદ્ધા વૉકર કેસમાં દિલ્લી પોલીસને આ બીજી મોટી સફળતા મળી છે. દિલ્લી પોલીસને માત્ર એક અઠવાડિયામાં આ બીજી સફળતા મળી. આ પહેલા 15 ડિસેમ્બરે પોલીસે કહ્યુ હતુ કે દિલ્લીના જંગલમાંથી મળી આવેલા હાડકાંના ડીએનએ સેમ્પલ શ્રદ્ધાના પિતા સાથે મેચ થયા હતા. જેનાથી પુષ્ટિ થઈ હતી કે તે શ્રધ્ધા વૉકરના શબના અવશેષો છે. પોલીસ અધિકારીએ કહ્યુ કે પૂનાવાલા ઘણા મહિનાઓથી ઘરની સફાઈ કરી રહ્યો હતો. તેણે લોહીના ડાઘા સફળતાપૂર્વક દૂર કર્યા હોય તેવુ લાગી રહ્યુ છે તેમછતાં ફોરેન્સિક નિષ્ણાતને લોહીના ડાઘ મળી આવ્યા છે જે નરી આંખે જોઈ શકાતા નથી.
એક અધિકારીએ જણાવ્યુ કે લેટેસ્ટ CFSL રિપોર્ટ મુજબ આફતાબના બાથરૂમ, કિચન અને બેડરૂમમાંથી બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. પોલીસનુ કહેવું છે કે પૂનાવાલાએ ગુસ્સામાં 18 મેના રોજ શ્રદ્ધાની હત્યા કરી હતી. આ પછી તેના મૃતદેહના ટૂકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યા હતા. ઘટનાના ત્રણ દિવસ પહેલા જ શ્રદ્ધા અને આફતાબ દિલ્લી આવ્યા હતા. જો કે, સમગ્ર કેસ 12 નવેમ્બરના રોજ લોકો સામે આવ્યો હતો.












Click it and Unblock the Notifications
