For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત

ઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ભાજપ પાર્ટીની શાનદાર જીત બાદ પીએમ મોદીના નેતૃત્વમાં નવી સરકારે કમાન સંભાળી લીધી છે. આ દરમિયાન 17મી લોકસભાનું પહેલું સંસદ સત્ર સોમવારથી શરૂ થઈ ગયું. સત્રના પહેલા દિવસે ચૂંટાઈને આવેલ સભ્યોએ સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા. AIMIMના અધ્યક્ષ ઓવૈસીએ પણ શપથ ગ્રહણ કર્યા. જે સમયે ઓવૈશી શપથ ગ્રહણ કરી રહ્યા હતા ત્યારે અચાનક લોકસભામાં સત્તાધારી પાર્ટીના કેટલાક સાંસદોએ જય શ્રી રામ અને વંદે માતરમના નારા લગાવવા શરૂ કરી દીધા. આ નારેબાજી પર એઆઈએમઆઈએમ સાંસદે સંસદ પરિસરમાં પોતાના વાત રાખી.

જય શ્રી રામના નારા લાગ્યા

જય શ્રી રામના નારા લાગ્યા

સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે અસાદુદ્દીન ઓવૈસી લોકસભામાં પોતાની સીટ પરથી ઉઠીને શપથ લેવા માટે વેલમાં આવ્યા. આ દમરિયાન સત્તાધારી પાર્ટીના કેટલાક સાંસદોએ જય શ્રી રામ અને વંદે માતરમના નારા લગાવવા શરૂ કરી દીધા. જો કે ઓવૈસીએ પણ આ દરમિયાન બંને હાથ ઉપર ઉઠાવ્યા અને જોરથી નારા લગાવવા ઈશારો કર્યો. એટલું જ નહિ જ્યારે ઓવૈસીએ શપથ લઈ લીધા તો તેમણે પણ જયભીમ, જય ભીમ, અલ્લા-ઓ-અકબર, જય હિંદના નારા લગાવ્યા હતા.

ઓવૈસીએ કહી આ વાત

બાદમાં સંસદ ભાવન પરિસરમાં જ્યારે તેમને શપથ ગ્રહણ દરમિયાન જય શ્રી રામના નારાને લઈ સવાલ કરવામાં આવ્યો તો ઓવૈસીએ કહ્યું કે આ સારું છે કે તેઓ જ્યારે મને જુઓ છે ત્યારે તેમને આવી ચીજો યાદ આવે છે, મને ઉમ્મીદ છે કે તેઓ સંવિધાન અને મુઝફ્ફરપુરમાં બાળકોના મૃત્યુને પણ યાદ કરશે. ઓવૈસી હૈદરાબાદથી સાંસદ ચૂંટાઈને આવ્યા છે.

ભગવંત માને પણ લગાવ્યો ઈંકલાબ જિન્દાબાદનો નારો

પંજાબના સંગરુરથી ચૂંટાઈને આવેલ આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માને પંજાબીમાં શપથ ગ્રહણ કર્યા. શપથ લીધા બાદ તેમણે ઈંકલાબ જિન્દાબાદના નારા લગાવ્યા. જો કે તેમના આ પ્રકારે શપથ ગ્રહણ સંપન્ન કરવા પર કેટલાક સાંસદોએ વાંધો ઉઠાવ્યો. જણાવી દઈએ કે ભગવંત માન આમ આદમી પાર્ટીના એકમાત્ર સાંસદ છે. ગત લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ 4 સીટ પર જીત હાંસલ કરી હતી.

હેમા માલિનીએ કહ્યું રાધે રાધે

ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશના મથુરા લોકસભા સીટ પરથી સાંસદ હેમા માલિનીએ શપથ ગ્રહણ કર્યું. તેમણે પોતાના શપથ ગ્રહણ રાધે-રાધે, કૃષ્ણમ વંદે, જગદ ગુરુ કહી સંપન્ન કર્યા. અભિનેતાથી સાંસદ બનેલ સની દેઓલે લોકસભામાં અંગ્રેજીમાં શપથ ગ્રહણ કર્યા. લોકસભા ચૂંટણીના કેટલાક દિવસ પહેલા ભાજમાં સામેલ થયેલ સની દેઓલે ગુરુદાસપુરથી કોંગ્રેસના સુનીલ જાખડને હરાવ્યા છે.

108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ 108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ

English summary
shri ram and vande matram slogans raised when asaduddin owaisi was taking oath in parliament
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X