For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીધી દૂર્ઘટનાઃ અત્યાર સુધી 42 શબ બહાર કઢાયા, પીએમ મોદીએ કર્યુ વળતરનુ એલાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાહત કોષથી મધ્ય પ્રદેશના સીધીમાં થયેલી બસ દૂર્ઘટનામાં મરનાર પરિવારજનોને વળતરની રકમ જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

ભોપાલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાહત કોષથી મધ્ય પ્રદેશના સીધીમાં થયેલી બસ દૂર્ઘટનામાં મરનાર પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલોને 50 હજાર રૂપિયાની અનુગ્રહ રકમ આપવાની મંજૂરી આપી દીધી છે. સીધીના કલેક્ટર રવીન્દ્ર કુમાર ચૌધરીએ માહિતી આપીને જણાવ્યુ કે બસ દૂર્ઘટનામાં મરનારની સંખ્યા વધીને 42 થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે સીધીમાં સતના જઈ રહેલી એક બસ મંગળવારે સવારે અનિયંત્રિત થઈને નહેરમાં પલટી ગઈ. બસમાં 54 લોકો સવાર હતા. અત્યાર સુધી 42 લોકોના શબ બહાર કાઢવામાં આવી ચૂક્યા છે.

MP accident

રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પરિવહન મંત્રી ગોવિંદ રાજપૂત સાથે સીએમ હાઉસમાં આ દૂર્ઘટના વિશે ચર્ચા કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે બેદરકાર અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી શકે છે. સીધી દૂર્ઘટના બાદ સીએમ શિવરાજે પોતાના કાલના બધા કાર્યક્રમ સ્થગિત કરી દીધા છે. સીએમના દમોહમાં યોજાનાર કાલના બધા કાર્યક્રમ આગામી સૂચના સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં રામપુરના નૈકિન વિસ્તારમાં મંગળવારે સવારે લગભગ 7.30 વાગે 54 મુસાફરો ભરેલી એક બસ બાણસાગર નહેરમાં પડી ગઈ. બપોર સુધીમાં 42 શબ બહાર કાઢવામાં આવી ચૂક્યા છે. છ લોકોને જીવતા બચાવી લેવાયા છે જ્યારે એક મુસાફર ખુદ તરીને બહાર આવી ગયો. બાકી લોકો હજુ ગુમ છે જેની શોધમાં ગોતાખોરો તેમજ એસડીઆરએફની ટીમો લાગેલી છે. બસને પણ ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી છે. ચાલકને પોલિસે બેદરકારીના આરોપમાં કસ્ટડીમાં લીધો છે.

સીએમે મૃતકોના પરિવારજનોને આપી પાંચ લાખની સહાયતા રકમ

સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટર હેન્ડલ પર લખ્યુ કે મંત્રી તુલસી સિલાવટ અને રામખેલાવન પટેલ તરત જ ઘટના સ્થળ માટે રવાના થઈ રહ્યા છે. આ દૂર્ઘટનામાં આપણે જે ભાઈ-બહેન નથી રહ્યા તેમના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાયતા રકમ તાત્કાલિક આપવામાં આવશે. મારી અપીલ છે કે બધા ધીરજ રાખે. દુઃખની આ ઘડીમાં હું અને રાજ્યની જનતા તમારી સાથે છે.

MP: નહેરમાં પડી મુસાફરો ભરેલી બસ, અત્યાર સુધીમાં કઢાયા 30 શબMP: નહેરમાં પડી મુસાફરો ભરેલી બસ, અત્યાર સુધીમાં કઢાયા 30 શબ

English summary
Sidhi Road Accident: PM Modi approves ex-gratia of Rs 2 lakh each for victims.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X