For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અકાલીઓએ સમર્થન પાછું ખેંચતા ભાજપે સિધ્ધુને બેઠક ઓફર કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ઓક્ટોબર : ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા અને ધુંવાધાર ભાષણ આપવા માટે જાણીતા નવજોત સિંહ સિધ્ધુને ભાજપ દ્વારા આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીઓમાં પશ્ચિમ દિલ્હીની બેઠક ઓફર કરવામાં આવી છે.

આ અંગે ભાજપના સૂત્રો તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર અમૃતસરમાં અકાલીદલ દ્વારા આગામી લોકસભા ચૂંટણી 2014માં લોકસભા માટે તેમને ઉમેદવાર તરીકે સમર્થન પાછું ખેંચી લીધા બાદ ભાજપે સિધ્ધુને મનાવવા માટે વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીની બેઠક ઓફર કરી છે.

navjot-singh-sidhu

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નવજોત સિંહ સિદ્ધુએ સિખોના ધાર્મિક સ્થળ અમૃતસરનો વિકાસ કરવાની અકાલીઓ દ્વારા કરવામાં આવતી અવગણનાને પગલે અમરણ ઉપવાસ કરવાની ધમકી આચરતી હતી.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ અને પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે વચ્ચે પડીને નવજોત સિંહ સિધ્ધુને ઉપવાસ પર બેસતા રોક્યા હતા. ત્યાર બાદ અકાલીદલે આનો બદલો લેતા સ્પષ્ટ જણાવ્યું હતું કે સિધ્ધુને પંજાબની બેઠક પરથી ચૂંટણી લડવા દેવામાં નહીં આવે.

બીજી તરફ સિદ્ધુની લોકપ્રિયતાને જોતા તેઓ પશ્ચિમ દિલ્હીની બેઠક જીતી શકે એવી શક્યતાઓને જોતા ભાજપે તેમને આ બેઠક ઓફર કરી છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં પંજાબીએની વસતી નોંધપાત્ર પ્રમાણમાં છે. જેના કારણે જીતની શક્યતા વધી જાય છે.

English summary
Sidhu offered West Delhi seat by BJP after Akalis withdraw support
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X