Sikkim Election Result 2024 : સિક્કિમમાં SKM નો સપાટો, 32 માંથી 31 સીટો પર કબજો
Sikkim Election Result 2024 : લોકસભા ચૂંટણી સાથે યોજાયેલી સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં SKM એ જંગી જીત મેળવી છે.
સિક્કિમની તમામ 32 વિધાનસભા બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. ફરી એકવાર સિક્કિમના વર્તમાન મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગેને બીજી ટર્મ માટે લીલી ઝંડી મળી ગઈ છે.

તેમની પાર્ટી SKM (સિક્કિમ ક્રાંતિકારી મોરચા) એ 2024 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં 32 માંથી 31 બેઠકો જીતી છે. જ્યારે સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) માત્ર એક સીટ મેળવવામાં સફળ રહી છે.
જણાવી દઈએ કે, 32 વિધાનસભા સીટો ધરાવતા સિક્કિમ રાજ્યમાં 19 એપ્રિલ 2024ના રોજ મતદાન થયું હતું. SKM અને SDF એ તમામ 32 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે ભાજપ અને કોંગ્રેસે અનુક્રમે 31 અને 12 બેઠકો પર ચૂંટણી લડી હતી.
2019ની ચૂંટણીમાં SKM એ કુલ 18 બેઠકો જીતી હતી. જ્યારે SDF (સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ) એ 14 બેઠકો જીતી હતી. જેના કારણે ફરી એકવાર રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો માટે જગ્યા બચી નથી.












Click it and Unblock the Notifications
