Sikkim Landslide: લાચુંગ ગામે હોટલમાં ગુજરાતના આશરે ૩૦ થી વધુ પ્રવાસીઓ સલામત
Sikkim Landslide: સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં થયેલા ભારે વરસાદ અને ભુસ્ખલન થવાથી લાચુંગ ગામ ખાતેના દેશના ઘણા પ્રવાસીઓ ફસાયેલા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
આ સમાચાર પ્રાપ્ત થતા આ અંગે ગુજરાતના પ્રવાસીઓની સલામતી તથા તેઓની પરિસ્થિતિ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત સંકલન કરી માહિતી મેળવતાં હાલમાં સિક્કિમ રાજ્યની વહીવટી ટીમ લાચુંગ ગામે પહોંચી છે.

રાજ્યના પ્રવાસીઓ લાચુંગ ગામ ખાતે અલગ અલગ હોટલમાં રોકાયેલા હોવાથી કુલ કેટલા પ્રવાસી ફસાયેલા છે, તેની વિગતો તેઓ પાસે હાલ ઉપલબ્ધ નથી, પરંતુ ગુજરાતના આશરે ૩૦ થી વધુ પ્રવાસી લાચુંગ ગામે હોટલમાં હોવાની વિગતો અત્રેને પ્રાપ્ત થઈ છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવાયું છે કે, લાચુંગ ગામ ખાતે તમામ પ્રવાસી સલામત છે, તથા પાયાની તમામ જરૂરિયાત મળી રહે છે. હાલમાં પુલ-રોડ તુટેલા હોઈ વેધર ક્લિયર થતાં 18 જૂનથી રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
