For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી અને ઓબામાના પહેલાં 100 દિવસમાં છે 10 સમાનતા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નરેન્દ્ર મોદી અને બરાક ઓબામા, દુનિયાના બે શક્તિશાળી દેશોના મુખિયા. બરાક ઓબામા ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ પદની જવાબદારી સંભાળી રહ્યાં છે તો બીજી તરફ ભારતના વડાપ્રધાન સફળ મુખ્યમંત્રીઓમાં સામેલ છે.

નરેન્દ્ર મોદીએ જે સમયે વડાપ્રધાન પદની જવાબદારી સંભાળી હતી તે સમયે તેમની સમક્ષ ઘણા પડકારો હતા પરંતુ બીજી તરફ દુનિયામાં એક વર્ગનું માનવું હતું કે મોદી કદાચ આ દેશની કિસ્મત બદલી શકે છે. કંઇક આ પ્રકારે બરાક ઓબામા માટે પણ લોકોએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. નરેન્દ્ર મોદીની સરકારે 100 દિવસ પુરા કરી લીધા છે.

Hilights: મોદી સરકારના 100 Days, 100 Action!Hilights: મોદી સરકારના 100 Days, 100 Action!

એવામાં અમે વિચાર્યું કે કેમ ન અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પહેલા 100 દિવસની કેટલીક એવી વાતોની તપાસ કરવામાં આવે. આવો એક નજર કરીએ તે ખાસ બિંદુઓ પર કે અંતે કેવી રીતે નરેન્દ્ર મોદી અને બરાક ઓબામાના પ્રથમ 100 દિવસોમાં કઇ વાતો એકજેવી છે.

આર્થિક પડકાર

આર્થિક પડકાર

બરાક ઓબામા: વર્ષ 2008માં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું, તે સમયે અમેરિકાનો જીડીપી ગ્રોથ-0.3% દરથી વધી રહ્યો હતો. બરાક ઓબામાની સમક્ષ મોટી ચેલેંજ તેને પાટા પર લાવવાની હતી.

આર્થિક પડકાર

આર્થિક પડકાર

નરેન્દ્ર મોદી: વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાનનું પદ સંભાળ્યું તો દેશનો જીડીપી દર 4.5%ની આસપાસ હતો. તેમનામ આટે આ સૌથી મોટો પડકાર રહ્યો.

સિટિજન ઇકોનોમિક પ્લાન

સિટિજન ઇકોનોમિક પ્લાન

બરાક ઓબામા: પહેલાં 100 દિવસો દરમિયાન 787 બિલિયન ડોલરનો ઇકોનોમિક પ્લાન લોંચ કર્યો. હેલ્થ ઇંશ્યોરન્સ, વર્કિંગ ફેમિલી યોજનાઓ અને મહિલાઓ માટે ખાસ સ્કિમ સામેલ હતી.

સિટિજન ઇકોનોમિક પ્લાન

સિટિજન ઇકોનોમિક પ્લાન

નરેન્દ્ર મોદી: 'પ્રધાનમંત્રી જન ધન યોજના'ની શરૂઆત કરી છે જેથી દરેક ઘરના સભ્યની પાસે પોતાનું એક બેંક એકાઉન્ટ હોઇ શકે. દરેક ઘરની આર્થિક સ્થિતીમાં સુધારો આવી શકે.

મહિલા સશક્તિકરણ

મહિલા સશક્તિકરણ

બરાક ઓબામા: જેંડર આઇડેંટીનું સમર્થન કરવામાં આવ્યું બરાક ઓબામાએ કન્યા ભ્રૂણ હત્યાઓ રોકવાની વાતને સમર્થન આપ્યું હતું.

મહિલા સશક્તિકરણ

મહિલા સશક્તિકરણ

નરેન્દ્ર મોદી: તે અંદાજમાં મહિલાઓ અને છોકરીઓને આગળ વધારવા માટે પ્રેરિત કરતાં જોવા મળે છે.

સર્વે રિપોર્ટ

સર્વે રિપોર્ટ

બરાક ઓબામા: પહેલાં 100 દિવસો પર ગૈલપે જ્યારે સર્વે કર્યો તો 65 ટકા અમેરિકનોએ બરાક ઓબામાનું સમર્થન કર્યું હતું. તો બીજી તરફ 29 ટકા લોકોને બરાક ઓબામાનું કામ પસંદ આવ્યું ન હતું.

સર્વે રિપોર્ટ

સર્વે રિપોર્ટ

નરેન્દ્ર મોદી: પહેલાં 100 દિવસમાં થયેલા સર્વેમાં લગભગ 57 ટકા લોકોએ નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું અને ફરીથી વડાપ્રધાન તરીકે જોવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

દુનિયાની નજરે

દુનિયાની નજરે

બરાક ઓબામા: જ્યારે તે રાષ્ટ્રપતિ બન્યા હતા તો આખી દુનિયાની નજર અમેરિકા પર ટકેલી હતી. દરેક જણ જાણવા ઇચ્છતું હતું કે બરાક ઓબામા ઇરાક અને અફઘાનિસ્તાનને લઇને શું પ્રતિક્રિયા આપે છે.

દુનિયાની નજરે

દુનિયાની નજરે

નરેન્દ્ર મોદી: અમેરિકા, ચીન, પાકિસ્તાનને લઇને ઓસ્ટ્રેલિયા અને જર્મનીએ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે એક કટ્ટર વિચારસણીવાળા નરેન્દ્ર મોદી અંતે પોતાના પડોશી (ખાસકરીને પાકિસ્તાન)ની સાથે કેવી રીતે ડીલ કરશે.

મીડિયા કવરેજ

મીડિયા કવરેજ

બરાક ઓબામા: પહેલાં 100 દિવસોને અમેરિકા અને બ્રિટીશ મીડિયાએ જોરદાર કરવેજ આપ્યું હતું, આટલું કવરેજ કોઇપણ વડાપ્રધાનમંત્રીના કાર્યકાળ દરમિયાન મળ્યું ન હતું.

મીડિયા કવરેજ

મીડિયા કવરેજ

નરેન્દ્ર મોદી: ફક્ત ભારત જ નહી પરંતુ આખી દુનિયાનું મીડિયા નરેન્દ્ર મોદીના 100 દિવસો વિશે વાત કરી રહ્યું છે.

મીડિયાથી ઇંટરેક્શન

મીડિયાથી ઇંટરેક્શન

બરાક ઓબામા: તેમણે મીડિયા સાથે પહેલા 100 દિવસો દરમિયાન વધુ ઇંટ્રેક્શન કર્યું ન હતું. તેમણે પ્રેસને પ્રતિબંધ મૂકી દિધો હતો.

મીડિયાથી ઇંટરેક્શન

મીડિયાથી ઇંટરેક્શન

નરેન્દ્ર મોદી: તમે પણ મીડિયાથી અંતર જાળવી રહ્યાં છે. જો કે સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયા સાથે રૂબરૂ થઇ રહ્યાં છો.

બંધ થઇ યોજનાઓ

બંધ થઇ યોજનાઓ

બરાક ઓબામા: તમે જોર્જ ડબ્લ્યૂ બુશના બધા ફેડરલ રેગુલેશંસ પ્રસ્તાવોને ખતમ કરી દિધા હતા. બરાક ઓબામા દ્વારા ત્યારથી પોતાના નવા આદેશ રજૂ કર્યા હતા.

બંધ થઇ યોજનાઓ

બંધ થઇ યોજનાઓ

નરેન્દ્ર મોદી: વડાપ્રધાને 100 દિવસોની અંદર જ જૂની સરકારો દ્વારા ચલાવવામાં આવેલી આયોજન કમિશનને બંધ કરવાની જાહેરાત કરી દિધી છે.

સખત નિયમ

સખત નિયમ

બરાક ઓબામા: વ્હાઇટ હાઉસમાં હાજર કર્મચારીઓ અને લોબિસ્ટ્સના કામ કરવાની રીતમાં સુધારો લાવવા માટે નિયમોને પહેલાં કરતાં વધુ કડક કરી દિધા હતા. વ્હાઇટ હાઉસમાં કર્મચારીઓને પોતાના સંબંધીઓને નોકરી પર ન રાખવાનો કડક આદેશ રજૂ કર્યો હતો.

સખત નિયમ

સખત નિયમ

નરેન્દ્ર મોદી: પીએમઓના કર્મચારીઓને ઠીક તે જ પ્રમાણે કામ કરવાની સલાહ આપવામાં આવી છે. નરેન્દ્ર મોદીએ પણ પીએમઓના અધિકારીઓને સખત આદેશ આપતાં કહ્યું કે તે પોતાના સંબંધીઓ અને મિત્રોને પ્રાથમિકતા ન આપે.

શિખર સંમેલન

શિખર સંમેલન

બરાક ઓબામા: રાષ્ટ્રપતિ બન્યા પછી બરાક ઓબામાએ અમેરિકાના પાંચમા શિખર સંમેલનમાં ભાગ લીધો. અહીંયા તેમણે વેનેજુએલાના રાષ્ટ્રપતિ હ્યૂગો શાવેજ સાથે મુલાકાત કરી જે હંમેશાથી વોશિંગ્ટનના કટ્ટર દુશ્મન રહ્યાં છે. બરાક ઓબામાએ શાવેજ સાથે હાથ મિલાવ્યો.

શિખર સંમેલન

શિખર સંમેલન

નરેન્દ્ર મોદી: નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા પછી બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બ્રાજીલ ગયા. બરાક ઓબામાની માફક તેમણે પણ ભારત માટે તણાવનું કારણ બનનાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી અને તેમની સાથે હાથ મિલાવ્યો.

English summary
Narendra Modi and Barack Obama both are the powerful leaders who represent powerful nations. Hence, take a look on the similarities between 100 days of US Prez Barack Obama and Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X