For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમે અહિંસક જરૂર છીએ, પરંતુ નપુંસક નથી: કુમાર વિશ્વાસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 નવેમ્બર: સ્ટિંગ ઓપરેશનમાં પોતાના નેતાઓના ચરિત્ર પર લાગેલા દાગથી આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તાએ જાણે.....ગુમાવી દિધો છે. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નિવેદનોથી પહેલાંથી જ ઘણા વિવાદોમાં ઘેરાયેલી પાર્ટી (આપ)એ શનિવારે જંતર-મંતર પર એક મ્યૂઝિક કંસર્ટ કર્યો. આ લાઇવ કંસર્ટના દરમિયાન મંચનું સંચાલન કરનાર 'આપ' નેતા કુમાર વિશ્વાસે કહ્યું છે કે સાહિત્ય અકાદમી અને પદ્યશ્રી પુરસ્કારોને તે પોતાના જૂતાની નીચે રાખે છે. આટલું જ નહી આ આયોજન દરમિયાન મંચ પરથી ગાળોનો વરસાદ પણ થઇ રહ્યો હતો.

કુમાર વિશ્વાસે કહ્યું છે કે સમય આવતાં ખબર પડી જશે કે આ સ્ટિંગ પાછળ કોણ છે. આપ નેતાએ કહ્યું હતું કે અમારે પુરસ્કારો માટે ખુશામત કરવાની જરૂરિયાત નથી. સાહિત્ય અકાદમી અને પદ્ય પુરસ્કારોને અમે જૂતા નીચે રાખીએ છીએ. અમે અહિંસક જરૂર છીએ, પરંતુ નપુસંક નથી. અમે અણ્ણાની ટોપી પગેરાવી દિધી છે, અરવિંદ કેજરીવાલે ઇમાનદારીપૂર્વક કામ કરવાની જવાબદારી આપી દિધી નહીતર રસ્તાની બીજી તરફ જોઇ લેતાં તમારામાં કેટલો દમ છે.

aap

સ્ટિંગ ઓપરેશન કરનારી વેબસાઇટ પર હુમલો કરતાં તેમને કહ્યું હતું કે 'રાજકીય પાર્ટીઓએ અમારી પાછળ ગધેડા લગાવી દિધા છે, પરંતુ અમે ઘોડા નિકળ્યા. બધુ કરી લીધું. સ્ટિંગ પણ જોયું. પરંતુ મળ્યું શું, બાબાજી કા ઠુલ્લૂ? વેબસાઇટના માલિક વિશે તેમને કહ્યું કે બરોબર થયું, ' આપણા ત્યાં કહેવામાં આવે છે કે બે પૈસાની હાંડી તૂટી, પરંતુ કુતરાની જાત ખબર પડી ગઇ.'

પૈસા લેવાના આરોપ અને હવાઇ યાત્રાના આરોપ પર કુમાર વિશ્વાસે કહ્યું, ' તમારા બનેવીની જેમ અમે ખેતરમાંથી પૈસા ઉગાડ્યા નથી. મેં મેડમના ખરાબ ભાષણોની શુદ્ધ વર્તની કરી નથી અને ના તો અમે તે યુવરાજની પાછળ લાગેલા રહીએ છીએ જે પોગો ચેનલ જોઇને બોલે છે. અમે 100 રૂપિયામાં કવિતાની સફર કરી. દેશે અમને ઇજ્જત આપી છે, પરંતુ અમે તેમને પણ ઇજ્જત આપી જેમની ઓકાત ઓટોગ્રાફ લેવાની પણ ન હતી. આજે તે અમારું સ્ટિંગ કરી રહ્યાં છે.

આ અવસર પર અરવિંદ કેજરીવાલે તો ત્યાં સુધી કહી દિધું કે જો અમારા ઉપર આ સ્ટિંગ આ પ્રકારે ચાલતા રહ્યાં, તો અમને દિલ્હીમાં 55 સીટો મળશે. તેમને નરેન્દ્ર મોદીને પણ સલાહ આપી દિધી અને કહ્યું કે દિલ્હી ભાજપનો સફાયો થઇ ગયો છે એટલા માટે તે દિલ્હીમાં આવીને પોતાનો સમય ના બગાડે.

કંસર્ટ બાદ પાર્ટીના એક અન્ય નેતા મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો કે આપના વિરૂદ્ધ સ્ટિંગ ઓપરેશન કરાવવા માટે 12 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. ત્યારબાદ અમારી પાસે ઘણા એસએમએસ આવ્યા. મોટાભાગે એમ કહેવામાં આવ્યું હતું કે ચિંતા મત કરો. અંતિમ તાકાત લગાવી રહ્યાં છે. આ વખતે તે નહી બચે. બધા તિહાડ જેલની અંદર હશે.

English summary
Amidst several controversies mounting over Aam Aadmi Party, singer-composer Vishal Dadlani took on corrupt politicians with choicest words at a concert 'Rock the Ballot' organised by the party at Jantar Mantar on Saturday. 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X