સર ક્રીક મુદ્દે નરેન્દ્ર મોદીનો શરારતી દાવો : PMO

PMOએ આટલા ગંભીર મુદ્દાને ચૂંટણી સમયે ઉછાળવા સામે પણ પ્રશ્નાર્થ કરાતા કહ્યું છે કે "મોદીએ ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ વડાપ્રધાનને પત્ર લખી એવો મુદ્દો ઉછાળ્યો છે કે, ગુજરાતમાં પડતી સરક્રીકનો હિસ્સો જે પાકિસ્તાનને સોંપવાની હિલચાલ થઈ છે તે રોકવામાં આવે."
વડાપ્રધાન કચેરીએ મોદીના મુદ્દાનો સાણસણતો જવાબ આપતા જણાવ્યું છે કે, "સરક્રીક પાકિસ્તાનને સોંપવાની બાબત એનડીએ સરકારના વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ 1998માં લાહોર ગયા ત્યારે થઈ હતી, અત્યારે આવી કોઈ વાટાઘાટો પાકિસ્તાન સાથે ચાલતી નથી. ગુજરાતના મુખ્યપ્રધાને કોઈ પણ પ્રકારના સત્ય તથ્યો મેળવ્યા વિના આડેધડ નિવેદન કર્યાનું ઉલ્લેખી વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું છે કે, મોદીના પત્રની વિગતો અને ચૂંટણી સમયે જાહેરમાં આ મુદ્દો ઉછાળવાની બાબત ઘણા પ્રશ્નો ઉભા કરે છે તથા મુદ્દાના હેતુ વિશ સંશય પેદા કરે છે. સૌરાષ્ટ્રમાં ચૂંટણીના એક દિવસ પહેલા મુખ્યપ્રધાન મોદી દ્વારા પોતાની મેળે આ રીતે પત્ર લખવો અને તેની વિગતો જાહેરમાં મૂકવી તે ઘટના જ 'શરારતી' કૃત્ય છે."
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પ્રથમ તબક્કા માટેના મતદાનની પૂર્વસંધ્યાએ નરેન્દ્ર મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો છે. પ્રથમ તબક્કામં સૌરાષ્ટ્ર અનમે દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. જેમને સરક્રીક મુદ્દો ખાસ અસરકર્તા છે.
આ મુદ્દે કેન્દ્રિય નાણાં પ્રધાન પી ચિદમ્બરમે કચ્છ સરહદે સરક્રીકનો હિસ્સો પાકિસ્તાનને સોંપવા માટે ચાલતી ગુપ્ત વાટાઘાટ રોકવા બાબતે મુખ્યપ્રધાન મોદી દ્વારા વડાપ્રધાનને લખાયેલા પત્રની વિગતોને તદ્દન હાસ્યાસ્પદ ગણાવી આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ચિદમ્બરમને મોદીએ લખેલા પત્ર વિશે પૂછતાં તેમણે હાસ્ય સાથે પ્રશ્ન કર્યો હતો કે, સરક્રીક પાકિસ્તાનને સોંપવાની બાબત વિચારી પણ શકાય ખરી ? આવું કશું હોઈ શકે નહીં. સરક્રીક ભારતનો જ ભાગ છે અને રહેશે. ખરેખર તો આ નવી બાબત તો હું પહેલીવાર સાંભળી રહ્યો છું.
ઉલ્લેખનીય છે કે 12 ડિસેમ્બર, 2012ના રોજ સૌ પ્રથમ મહેસાણાની ચૂંટણી સભામાં મોદીએ સરક્રીક મુદ્દાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે "જો સર-ક્રિકની જમીન પાકિસ્તાન પાસે જશે તો ગુજરાતની સીમા ખુલી થઇ જશે અને પાક જે ઇચ્છે તે આપણી સાથે કરી શકશે, સર-ક્રિક પાકિસ્તાનના હાથમાં જશે તો મારા આ ગુજરાતના માછીમારો સમુદ્રમાં માછલી પકડવા માટે નહીં જઇ શકે, લાખો લોકો બેરોજગાર થઇ જશે, મારો માછીમાર ભુખ્યો મરશે. સર-ક્રિક પાકિસ્તાનને આપવામાં આવશે તો ગુજરાતનો સમુદ્ર કિનારો અસુક્ષિત થઇ જશે. અને જે હાલ આંતકવાદીઓએ દરિયાના માર્ગે મુંબઇનો કર્યો હતો તે હાલ ગુજરાતના શહેરોમાં કરશે. ત્રણ દિવસ બાદ 15મી ડિસેમ્બરે સર-ક્રિક કરાર અંગે નિર્ણય થવાનો છે. ત્યારે સરકારને ખબર હોવી જોઇએ કે, 15 ડિસેમ્બરે સરદાર પટેલની પૂણ્યતિથિ છે અને તે દિવસે કોંગ્રેસ આ પાપ કરવા જઇ રહ્યું છે."












Click it and Unblock the Notifications
