'સીતા એટલી સુંદર હતી કે..' રાજસ્થાનના મંત્રી રાજેન્દ્ર ગુડાએ આપ્યુ વિવાદીત નિવેદન
ભાષાની તમામ મર્યાદા તોડીને રાજસ્થાનની કોંગ્રેસ સરકારના મંત્રી રાજેન્દ્ર ગુડાએ હવે સીતા મૈયા અને ભગવાન રામને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેના કારણે તેની આકરી ટીકા થઈ રહી છે.
મંત્રી રાજેન્દ્ર ગુડા કે જેમણે થોડા સમય પહેલા અધિકારીઓને પોતાના મત વિસ્તારના રસ્તાઓ કેટરિના કૈફના ગાલ જેવા બનાવવાનો આદેશ આપ્યો હતો, તેમણે આ વખતે સીતા મા વિશે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેને સાંભળીને દરેક ભક્તો ગુસ્સે થઈ ગયા છે.

રાજસ્થાનની ગેહલોત સરકારના મંત્રી રાજેન્દ્ર ગુડાએ રાજસ્થાનના ઝુંઝુનુમાં ભગવાન રામ અને સીતા માતા પર વિવાદાસ્પદ નિવેદન આપીને ચૂંટણી રાજ્ય રાજસ્થાનની જનતાને નારાજ કરી દીધી છે.
રાજેન્દ્ર ગુડાએ કહ્યું કે સીતા એટલી સુંદર હતી કે ભગવાન રામ અને રાવણ બંને તેની પાછળ પાગલ હતા. રાજેન્દ્રના આ નિવેદન સામે રાજસ્થાનના લોકો ઉપરાંત ભાજપે પણ વાંધો ઉઠાવ્યો છે.
તમને જણાવી દઈએ કે અગાઉ રાજસ્થાન સરકારના મંત્રી રાજેન્દ્ર ગુહા ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે પોતાના મત વિસ્તારના અધિકારીઓને કહ્યું કે તેમના મતવિસ્તારના રસ્તાઓ કેટરિના કૈફના ગાલ જેવા બનાવવા પડશે.












Click it and Unblock the Notifications
