યુપીમાં મોટી રેલ દુર્ઘટના: 14 ડબ્બા ખડી પડતા 91 ના મોત, 150 થી વધુ ઘાયલ

Subscribe to Oneindia News

યુપીના કાનપુર પાસે મોટી દુર્ઘટના ઘટી છે. રાત્રે લગભગ 3 વાગ્યા આસપાસ પટના-ઇન્દોર એક્સપ્રેસ ટ્રેનના 14 અચાનક જ પાટા પરથી ખડી પડ્યા. આ દુર્ઘટનામાં આશરે 91 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે આશરે 150 લોકો ઘાયલ થયા છે.

accident


હાલમાં મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા જણાવવામાં આવી રહી છે. કાનપુરના આઇજી જકી અહમદના જણાવ્યા મુજબ મૃતકોની સંખ્યા 63 ની છે. રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ છે.

મુખ્યમંત્રી અખિલેશ યાદવ


ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે યુપીના મુખ્ય સચિવને નિર્દેશ આપ્યા છે કે રાહત અને બચાવકાર્ય પર તેઓ પોતે નજર રાખે. સાથે જ આસપાસની જિલ્લા હોસ્પિટલોને પણ એલર્ટ પર રહેવાના નિર્દેશ જારી કર્યા છે.

આ મોટી દુર્ઘટના બાદ મુખ્યમંત્રીએ મૃતકોના પરિજનોને 5 લાખ રુપિયા, ગંભીર રીતે ઘાયલોને 50 હજાર અને સામાન્ય ઘાયલોને 25 હજાર રુપિયા આપવાની જાહેરાત કરી છે.

accident

હેલ્પલાઇન નંબર

રેલવે એ જારી કર્યા હેલ્પલાઇન નંબર ભારતીય રેલવે એ હેલ્પલાઇન નંબર જારી કર્યા છે જે આ પ્રકારે છે. ઝાંસી-05101072, ઓરાઇ- 051621072, કાનપુર- 05121072, પુખરૈયા- 05113-270239


પટના-ઇન્દોર એક્સપ્રેસ ટ્રેન કે જેના 14 ડબ્બા પાટા ઉતરી ગયા છે તેમાં બેસવા અને સામાન રાખનારા રેક ઉપરાંત જીએસ, જીએસએ1, બી1/2/3, બીઇ, એસ1/2/3/4/5/6 કોચ પણ જોડાયેલા છે.


રેલવે મંત્રી સુરેશ પ્રભુ


રેલવે મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યુ કે રાહત અને બચાવકાર્ય પૂરજોશમાં ચાલુ છે. ઘટનાના કારણોની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રાહત અને બચાવકાર્યના કામમાં અધિકારીઓ પૂરી ગંભીરતાથી નજર રાખી રહ્યા છે. ઘટનાની સૂચના મળતા જ રેલવે પ્રશાસન તરત જ સક્રિય થયુ. રાહત અને બચાવ માટેની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઇ. મેડીકલ ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.


હજુ સુધી એ સ્પષ્ટ થયુ નથી કે આ દુર્ઘટના કેવી રીતે બની. હાલમાં સ્થાનિક લોકો અને રેલવે પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. ટ્રેનના ડબ્બાઓમાંથી લોકોને બહાર કાઢવાનું કામ ચાલુ છે.

સહાયની જાહેરાત

રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આ દુર્ઘટનામાં મૃતકોના પરિજનોને 3.5 લાખ રુપિયા, ગંભીર ઇજાગ્રસ્તોને 50,000 હજાર રુપિયા અને સામાન્ય ઇજાગ્રસ્તોને 25 રુપિયાની સહાયની જાહેરાત કરી છે.

પીએમ નરેન્દ્ર મોદી

આ દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘેરા શોકની લાગણી વ્યકત કરતા કહ્યુ કે આ દુખદ દુર્ઘટના તેઓ શબ્દોમાં વર્ણવી શકતા નથી.

રદ કરાયેલી ટ્રેનો


11109 ઝાંસી-લખનઉ ઇંટરસિટી
51803 ઝાંસી-કાનપુર પેસેંજર


ડાયવર્ટ ટ્રેન

12542, 12522 આગ્રા અને કાનપુર થઇને
12541 ભીમસેન બાંન્દ્રા, ઇટારસી થઇને
12534 ગ્વલિયર અને ઇટાવા થઇને

English summary
Six coaches of Patna-Indore express derails near Pukharayan Kanpur at uttar pradesh.
Please Wait while comments are loading...