કોંગી ધારાસભ્યને છ દિવસની પોલીસ કસ્ટડીનો આદેશ

હત્યાનો આરોપ લાગ્યા બાદ તે ફરાર હતા અને આજે તેઓએ પોલીસ સમક્ષ સરન્ડર કર્યું હતું. તેમણે સરન્ડર કર્યા બાદ પંચકુલા કોર્ટામાં હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને છ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવે તેવો નિર્દેશ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, હિમાચલ પ્રદેશ કોંગ્રેસના ભાગેડુ ધારાસભ્ય રામ કુમાર ચૌધરીના માથે બે લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું. ચૌધરીની આગોતરા જામીનની અરજી પણ કોર્ટ દ્વારા ખારીજ કરી નાંખવામાં આવી હતી. છેલ્લા 45 દિવસથી તે ફરાર હતા. તેમના પર 24 વર્ષીય યુવતીની હત્યાનો આરોપ મુકવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
