દંતેવાડા: પોલીસદળ પર નક્સલી હુમલો, ઓફિસર સહિત છ પોલીસકર્મી શહીદ

Posted By:
Subscribe to Oneindia News

રાયપુર, 28 ફેબ્રુઆરી: છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલીઓએ પોલીસ દળ પર ઘાત લગાવીને હુમલો કર્યો છે જેમાં એક અધિકારી સહિત છ પોલીસકર્મી શહીદ થઇ ગયા છે. રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આજે અહીં પીટીઆઇને જણાવ્યું હતું કે દંતેવાડા જિલ્લાના કુઆકોંડા પોલીસ મથક વિસ્તારના શ્યામગિરીની પહાડીમાં આજે નક્સલીઓએ પોલીસની ટુકડી પર ઘાત લગાવી હુમલો કરી દિધો છે જેમાં છત્તીસગઢ પોલીસના સબ ઇન્સ્પેક્ટર વિવેક શુક્લા સહિત છ પોલીસકર્મી શહીદ થઇ ગયા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્યામગિરીની પહાડીમાં કુઆકોંડાથી બચેલી માર્ગ પર રોડનું બનાવવાનું કામ ચાલુ હતું. આજે છત્તીસગઢ પોલીસના 10થી વધુ પોલીસકર્મી રસ્તાની સુરક્ષા માટે નિકળ્યા હતા. પોલીસકર્મી જ્યારે પહાડી પર પહોંચ્યા ત્યારે નક્સલીઓએ ઘાત લગાવીને હુમલો કરી દિધો. આ ગોળીબારમાં કુઆકોંડાના સબ ઇન્સ્પેક્ટર વિવેક શુક્લા સહિત છ પોલીસકર્મી શહીદ થઇ ગયા છે.

naxal-attack

તેમણે જણાવ્યું હતું કે ઘટનાની જાણકારી મળ્યા બાદ વધારાની પોલીસ ટુકડી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી. અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળ ઘોર જંગલ વચ્ચે છે એટલા માટે શહીદ પોલીસકર્મીઓના મૃતદેહ કાઢવામાં તથા ત્યાંથી જાણકારી મેળવવામાં મુશ્કેલી થઇ રહી છે.

English summary
In a tragic incident, six policemen were killed in Naxal ambush in Chhattisgarh's Dantewada district on Friday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.