Skill Development Scam: કરોડો રુપિયાનુ કૌશલ વિકાસ કૌભાંડ, જેમાં ચંદ્રબાબૂ નાયડુની થઈ ધરપકડ
Skill Development Scam Chandrababu Naidu arrested: તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના પ્રમુખ અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની કરોડો રૂપિયાના એપી સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (APSSDC) કૌભાંડમાં શનિવારે વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી.
આ કૌભાંડ સમગ્ર આંધ્રપ્રદેશમાં કૌશલ્ય વિકાસ કૌભાંડ તરીકે ઓળખાય છે. ચંદ્રબાબુ નાયડુની શનિવારે સવારે નંદ્યાલથી CID દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ચંદ્રબાબુ નાયડુની ધરપકડ બાદ ટીડીપીના ઘણા નેતાઓને પણ નજરકેદ કરવામાં આવ્યા છે.

લ ડેવલપમેન્ટ કૌભાંડ 350 કરોડ રુપિયાનુ છે. આ કેસમાં વર્ષ 2021માં ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. નંદ્યાલ રેન્જના ડીઆઈજી રઘુરામી રેડ્ડી અને ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી)ની ટીમે શનિવારે 09 સપ્ટેમ્બરે સવારે લગભગ 6 વાગ્યે ચંદ્રાબાબુ નાયડુની ધરપકડ કરી અને તેમને વિજયવાડા લઈ ગયા.
આ મામલામાં સીઆપીસીની કલમ 50(1)(2) હેઠળ ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી છે. ચંદ્રબાબુ નાયડુ કલમ 120(8), 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109 r/w 34 અને 37 IPC અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની અન્ય કલમો હેઠળ બિનજામીનપાત્ર આરોપો પર ની ધરપકડ કરવામાં આવી છે.
આંધ્રપ્રદેશ પોલીસના ગુના તપાસ વિભાગે માર્ચ 2023માં એપી સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં અગાઉના તેલુગુ દેશમ પાર્ટીના શાસન દરમિયાન ₹3300 કરોડના કથિત કૌભાંડની તપાસ શરૂ કરી હતી.
ઈન્ડિયન રેલ્વે ટ્રાફિક સર્વિસ (આઈઆરટીએસ)ના ભૂતપૂર્વ અધિકારી આર્જા શ્રીકાંતને આપવામાં આવેલી નોટિસને પગલે તપાસ હાથ ધરવામાં આવી છે. અરજા શ્રીકાંત 2016માં APSSDCના CEO હતા. આ કેસમાં આરજા શ્રીકાંત પણ આરોપી હતો પરંતુ બાદમાં તે સરકારી સાક્ષી બન્યો હતો. આ કેસમાં ત્રણ IAS અધિકારીઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે.
2016માં TDP સરકારના કાર્યકાળ દરમિયાન, AP રાજ્ય કૌશલ્ય વિકાસ નિગમની સ્થાપના બેરોજગાર યુવાનોને તેમની રોજગાર ક્ષમતા વધારવા માટે તેમને કૌશલ્ય તાલીમ આપીને સશક્તિકરણ કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. જે અંતર્ગત યુવાનોને કૌશલ્ય વિકાસની તાલીમ આપવાની યોજના શરૂ કરવામાં આવી હતી.
આ યોજના હેઠળ યુવાનોને હૈદરાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્થિત ઉદ્યોગોમાં કામ કરવાની તાલીમ આપવામાં આવી હતી. સરકારે આ યોજનાની જવાબદારી એક કંપનીને આપી હતી. આ યોજના હેઠળ, છ ક્લસ્ટર બનાવવામાં આવ્યા હતા અને તેના પર કુલ 3300 કરોડ રૂપિયા ખર્ચવાના હતા. જેના માટે દરેક ક્લસ્ટર પર 560 કરોડ રૂપિયા ખર્ચવાના હતા.












Click it and Unblock the Notifications
