ડીએસપીની પત્નીએ સરકાર સામે મૂકી બીજી બે માંગો!

Parvin
દેવરિયા, 7 માર્ચ: શહીદ ડીએસપી જિયા ઉલ હકની પત્નીએ પોતાના પતીના સ્થાને ડીએસપીની નોકરીની માંગ કર્યા બાદ અન્ય બે માંગો પણ સરકારની સામે મૂકી છે. આ પહેલા પરવીને ડીએસપીની નોકરી માટે પાંચના સ્થાને 8 લોકોના નામ સરકારને આપ્યા છે. જેમાં પીયરીયાપક્ષના લોકોના નામ આવતા સાસરી પક્ષમાં બબાલ શરૂ થઇ ગઇ છે. પરવીને પોતાની નવી માંગમાં પોતાના પતીને વીરતા પુરસ્કાર એનાયત કરવાની માંગ કરી છે.

જે સ્થાને જિયા ઉલ હકનું મોત થયું હતું તે સ્થાનનું નામ જિયા ઉલ હકના નામથી રાખવામાં આવે. આની સાથે જ પરવીને જણાવ્યું કે રાજા ભૈયાને જલદીથી ધરપકડ કરીને તપાસ આગળ વધારવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે કૂંડા વિસ્તારના વલીપૂર ગામમાં શનિવારે થયેલી ફાયરીંગમાં ગામના પ્રધાન નન્હે અને તેમના ભાઇનું પણ મૃત્યુ થયું હતું. ઘટના બાદ આક્રોશિત થયેલા ટોળાને કાબૂ કરવા માટે ઘટનાસ્થળે આવી પહોંચેલા કૂંડાના સીઓ જિલાઉલ હકની પણ હિંસા દરમિયાન ટોળાએ હત્યા કરી દીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ડીએસપી જિયા ઉલ હક મર્ડર કેસમાં સીબીઆઇએ રાજા ભૈયાની સામે અપરાધિક કાવતરું અને હત્યાનો કેસ દાખલ કર્યો છે. આની સાથે જ રાજા ભૈયાની ધરપકડ ટૂંક સમયમાં થવાની શક્યા પાક્કી થઇ ગઇ છે. સીબીઆઇએ આ મામલો ડીએસપીની પત્ની પરવીન આઝાદની ફરિયાદના આધારે નોંધ્યો છે. સીબીઆઇની એક 10 સભ્યોવાળી એક ટીમ ઇલાહાબાદથી આઇજીને લઇને કૂંડા માટે રવાના થઇ ચૂકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X