દિલ્હીમાં વધતા પ્રદૂષણ મામલે HCએ વ્યક્ત કરી ચિંતા

Written By:
Subscribe to Oneindia News

દિલ્હીમાં વધતા જતા પ્રદૂષણ મામલે ચિંતા વ્યક્ત કરતાં દિલ્હી હાઇકોર્ટે પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનના ખેતરોમાં પરલી બાળવા વિરુદ્ધ લેવામાં આવેલ પગલા અંગે જાણકારી આપવા કહ્યું હતું. આ સાથે જ હાઇકોર્ટે કહ્યું કે, ખેતરોમાં પરલી બાળવી એ ભલે દિલ્હીમાં ફેલાયેલ સ્મૉગનું સૌથી મોટું કારણ હોય, પરંતુ આ સમસ્યા પાછળ બીજા પણ અનેક કારણો જવાબદાર છે.

delhi fog

દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે, સ્મૉગને કારણે શાળાઓમાં રજાની જાહેરાત અને વહેલી સવારે વુદ્ધોને ચાલવા ન જવાની સલાહ આપતી સૂચનાઓ પરતી જ ખ્યાલ આવે છે કે, પરિસ્થિતિ કેટલી ગંભીર થઇ ગઇ છે. આ બધા વચ્ચે પ્રદૂષણ પર રોક લગાવવા માટે બનેલ સંસ્થા ઈપીસીએ(EPCA) દ્વારામાં દિલ્હીમાં તમામ પાર્કિંગ સ્થળોની ફી ચાર ગણી વધારવાના આદેશ આપ્યા છે. ઈપીસીએ દ્વારા જણાવવામાં આવ્યું કે, લોકો ઓછામાં ઓછી સંખ્યામાં પોતાની કાર લઇને નીકળે એ માટે પાર્કિંગ ફી વધારવામાં આવી છે. કારમાંથી નીકળતો ધુમાડો આ સ્મૉગનું એક કારણ છે. આ સાથે જ ઈપીસીએ દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારવા માટે દિલ્હીના રસ્તાઓ પર વધુ બસો ઉતારવાનો આદેશ આપ્યો છે.

English summary
Smog in Delhi: High court says situation is grave, parking fee enhanced by four times.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.