
સ્મૃતિથી છીણવાયું HRD મંત્રાલય, સોપાયું પ્રકાશ ઝાવડેકરને
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે. જેમાં 19 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે આ તમામ ખબરોની વચ્ચે તેવા સમાચાર આવ્યા છે કે સ્મૃતિ ઇરાનીથી માનવ સંશાધન અને વિકાસ મંત્રાલય લઇ લેવામાં આવ્યું છે અને આ મંત્રાલય હવે રાજ્યમંત્રીમાંથી પ્રમોટ કરવામાં આવેલા પ્રકાશ જાવડેકરને સોંપવામાં આવ્યું છે.
સ્મૃતિ ઈરાનીને કપડા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. એટલું જ નહીં નાણાં પ્રધાન અરુણ જેટલીનો પણ ભાર ઓછો કરવામાં આવ્યો છે. તો સાથે જ નાયડૂને શહેરી વિકાસ મંત્રાલય, આવાસ અને શહેરી ગરીબી નાબૂદી તથા સૂચના અને પ્રસારણ મંત્રાલયની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
બીજી તરફ રેલ રાજ્ય મંત્રી મનોજ સિંહાને હવે સંચાર મંત્રાલયની જવાબદારીઓ સોંપવામાં આવી છે. જો કે કેબિનેટના વિસ્તરણ પહેલા નઝમા હેપતુલ્લા અને અલ્પસંખ્યક મંત્રાલય નીકાળવાની અટકળો કરવામાં આવી રહી હતી પણ તે અટકળો પર પૂર્ણવિરામ લગાવતા તેમની સેવાઓ આ મંત્રાલય માટે ચાલુ રાખવામાં આવી છે.
નીચેના લિસ્ટમાં જાણો કોને કેવી નવી જવાબદારી સોંપવામાં આવી છે.
સ્મૃતિ ઇરાની -કપડા મંત્રાલય
મનોજ સિંહા- દૂરસંચાર (સ્વતંત્ર હવાલો)
રવિશંકર- કાનૂન પ્રધાન
જયંત સિંહા- એવિએશન
એમજે અકબર- વિદેશ રાજ્યમંત્રી
નરેન્દ્ર સિંહ તોમર- ગ્રામીણ વિકાસ મંત્રી
પ્રકાશ જાવડેકર- શિક્ષા પ્રધાન
અર્જૂન મેધવાલ દવે -પર્યાવરણ
વૈંકેયા નાયડૂ- સૂચના પ્રસારણ
વિજય ગોયલ- ખેલ અને યુવા કલ્યાણ
અનુપ્રિયા પટેલ- સ્વાસ્થય રાજ્ય મંત્રી
સંતોષ ગંગાવર- રાજ્ય નાણાં પ્રધાન