For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૉબર્ટ વાડ્રાના ચૂંટણી પ્રચારના એલાન પર સ્મૃતિ ઈરાનીએ લોકોને આપી આ સલાહ

રૉબર્ટ વાડ્રાએ જાતે પોતાના ચૂંટણી પ્રચારની માહિતી આપી છે. વાડ્રાના આ એલાન પર ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ વાડ્રા પર કટાક્ષ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રૉબર્ટ વાડ્રા પણ આ વખતે લોકસભા ચૂંટણીમાં પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરશે. રૉબર્ટ વાડ્રાએ જાતે પોતાના ચૂંટણી પ્રચારની માહિતી આપી છે. વાડ્રાના આ એલાન પર ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ વાડ્રા પર કટાક્ષ કર્યો છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે રૉબર્ટ વાડ્રા દેશમાં જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે પરંતુ લોકોને મારુ સૂચન છે કે જ્યારે વાડ્રા તેમના વિસ્તારમાં આવે ત્યારે તે પોતાની જમીન પર બાજ નજર રાખે. આ પહેલા નાણામંત્રી અરુણ જેટલીએ પણ વાડ્રાના એલાન બાદ કહ્યુ હતુ કે મને ખબર નથી કે વાડ્રા પ્રચાર કરીને કોંગ્રેસ પાર્ટી માટે સારા સાબિત થશે કે પછી ભાજપને ફાયદો કરાવશે.

Smriti Irani

રાજકારણમાં આવવાના આપ્યા હતા સંકેત

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા વાડ્રાએ રાજકારણમાં આવવા અંગે સંકેત આપ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે જ્યારે તેમના ઉપર લાગેલા બધા કેસ ઉકેલાઈ જશે ત્યારે તે રાજકારણમાં આવી શકશે. તેમણે કહ્યુ હતુ કે લોકોની મદદ માટે મારે રાજકારણમાં આવવાની જરૂર નથી. પરંતુ રાજકારણમાં આવવાથી મોટપાયે ફેરફાર લાવી શકુ છુ તો રાજકારણમાં કેમ ન આવુ. પરંતુ આ અંગેનો નિર્ણય જનતા કરશે. જો કે બાદમાં તેમણે કહ્યુ હતુ કે હાલમાં તે રાજકારણમાં નથી આવી રહ્યા, તેમને રાજકારણમાં આવવાની કોઈ ઉતાવળ નથી.

મની લૉન્ડ્રીંગ કેસ

તમને જણાવી દઈએ કે રૉબર્ટ વાડ્રાને મની લૉન્ડ્રીંગ કેસમાં સમન પાઠવવામાં આવ્યા હતા. તેમની સામે આ કેસમાં તપાસ ચાલી રહી છે. તેમની સામે ચાલી રહેલા કેસની ઈડી તપાસ કરી રહ્યા છે. આરોપ છે કે વાડ્રાએ લંડનમાં 1.9 મિલિયન પાઉન્ડ્સની જમીન ખરીદી છે. તપાસ એજન્સીનો દાવો છે કે વાડ્રાએ સીધી રીતે કે અપરોક્ષ રીતે લંડનમાં 9 સંપત્તિઓના માલિક છે. આ તમામ સંપત્તિઓને 2005થી 2010 વચ્ચે ખરીદવામાં આવી હતી જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી.

સોનિયા-રાહુલના નામાંકનમાં થશે શામેલ

સમાચારોની માનીએ તો પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડ્રા અમેઠી અને રાયબરેલીમાં રાહુલ અને સોનિયા ગાંધીનું નામાંકન દાખલ કરવા સમયે હાજર રહેશે. એટલુ જ નહિ તે વર્તમાન લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે યુપીમાં પ્રચાર પણ કરશે. આ સાથે જ પ્રિયંકા ગાંધી પતિ રૉબર્ટ વાડ્રાને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું તે અમેઠી અને રાયબરેલી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નોમિનેશનમાં શામેલ થવા જશે તો તેમનો જવાબ હામાં હતો. એટલે કે તે પોતાના સાળા રાહુલ ગાંધી અને સાસુ સોનિયા ગાંધીના નામાંકન સમયે ત્યાં હાજર રહેશે.

આ પણ વાંચોઃ ગાંધી પરિવાર વિશે વરુણ ગાંધીએ આપ્યુ મોટુ નિવેદનઆ પણ વાંચોઃ ગાંધી પરિવાર વિશે વરુણ ગાંધીએ આપ્યુ મોટુ નિવેદન

English summary
Smriti Irani sarcastic comment on Robert Vadra lok Sabha election campaign plan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X