For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Oneindia Exclusive: કિરણ બેદીએ કહ્યું, ‘કેજરીવાલ ધરણા મેન’

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર,22 જાન્યુઆરીઃ પૂર્વ આઇપીએસ અધિકારી કિરણ બેદીએ મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીને નેતા અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હી પોલીસની ફરજ પરની બેદરકારીને લઇને ત્રણ પોલીસ અધિકારીઓને નિલંબિત કરવાની માગ સાથે નવી દિલ્હીમાં કેજરીવાલ અને તેમના સમર્થકો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જે મંગળવારે કેજરીવાલે પૂર્ણ જાહેર કર્યા હતા. જેને લઇને એક સમયે અણ્ણા હઝારેની ટીમમાં સાથી રહી ચૂકેલા અરવિંદ કેજરીવાલ પર કિરણ બેદી ઘણા ક્રોધિત જણાઇ રહ્યા છે.

વન ઇન્ડિયા સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન સામાજિક કાર્યકર્તા અને તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું જાહરમાં સમર્થન કરનાર કિરણ બેદીએ કેજરીવાલ અને તેમના ધરણા અંગે ખુલીને ચર્ચા કરી છે, તો ચાલો તસવીરો થકી વાંચીએ કિરણ બેદીનો એક્સલુસિવ ઇન્ટરવ્યુ.

વન ઇન્ડિયાઃ હાલ દિલ્હીમાં જે કંઇ પણ થઇ રહ્યું છે, તેને લઇને તમે શું વિચારો છો?

વન ઇન્ડિયાઃ હાલ દિલ્હીમાં જે કંઇ પણ થઇ રહ્યું છે, તેને લઇને તમે શું વિચારો છો?

કિરણ બેદીઃ આ દુર્ઘટનાકારક છે. કેજરીવાલ અને તેમની પાર્ટી માત્ર અરાજકતા અને કાયદા તોડવાની રીતને વધારો આપી રહ્યાં છે. આ નેતૃત્વ ગુંડાખોરી જેવી છે અને સંસ્થાને અપમાનિત કરવાનું પ્રદર્શન કરી રહ્યું છે. તેઓ(કેજરીવાલ) પોતાને અરાજકતાવાદી ગણાવી રહ્યાં છે જે ચિંતાજનક ઉદાહરણ છે.

વન ઇન્ડિયાઃ દિલ્હીની જનતાને તમારો શું સંદેશો છે?

વન ઇન્ડિયાઃ દિલ્હીની જનતાને તમારો શું સંદેશો છે?

કિરણ બેદીઃ જનતાએ મત આપતી વખતે સાવધાની રાખવી જોઇએ. ખોટા વચનો અને આ પ્રકારની ઉશ્કેરણીને વધવા દેવી જોઇએ નહીં. કેજરીવાલ એક સારા ઘરણા કાર્યકર્તા છે અને કેવી રીતે લોકોને કામે લગાડવા તે સારી રીતે જાણે છે, પરંતુ તેમણે જાણવું જોઇએ કે ગવર્નન્સ અલગ છે અને ધીરજપૂર્વક કેવી રીતે કામ કરવું તે તેમણે જાણવું જોઇએ.

વન ઇન્ડિયાઃ દિલ્હીની જનતાને એક સારો વિકલ્પ જોઇતો હતો

વન ઇન્ડિયાઃ દિલ્હીની જનતાને એક સારો વિકલ્પ જોઇતો હતો

કિરણ બેદીઃ તેમને એ વાતનો અંદાજો હોવો જોઇએ કે કોણ સારો વિકલ્પ છે અને છેતરાવું જોઇએ નહીં. દિલ્હીમાં ભાજપ એક સારો વિકલ્પ બની શકત.

વન ઇન્ડિયાઃ આંતરિક વિખવાદના કારણે ભાજપ દિલ્હીમાં નિષ્ફળ રહ્યું

વન ઇન્ડિયાઃ આંતરિક વિખવાદના કારણે ભાજપ દિલ્હીમાં નિષ્ફળ રહ્યું

કિરણ બેદીઃ ભાજપ દિલ્હીમાં સારું કામ કરી શક્યું હોત અને તેમના સીએમ પદના ઉમેદવાર ડો. હર્ષવર્ધન એકદમ સ્વચ્છ ઉમેદવાર હતા.

વન ઇન્ડિયાઃ દિલ્હીમાં જે થયું એ અંગે તમારી પ્રતિક્રિયા

વન ઇન્ડિયાઃ દિલ્હીમાં જે થયું એ અંગે તમારી પ્રતિક્રિયા

કિરણ બેદીઃ મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓ વિરુદ્ધ હિંસાત્મક પ્રવૃત્તિનો કેસ દાખલ કરાવવો જોઇએ. મારું માનવું છે કે, આ લોકો પર દિલ્હીની પોલીસે હળવાશથી કામ લીધું છે. આ સ્થિતિ હાથમાંથી જતી રહી છે. આપ પાર્ટીએ દિલ્હીમાં કંઇપણ કરતા પહેલાં તપાસ રીપોર્ટના આવવાની રાહ જોવી જોઇતી હતી.

વન ઇન્ડિયાઃ ‘આપ'ની લોકપ્રિયતા ઘટે એ માટે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં કોંગ્રેસ છે?

વન ઇન્ડિયાઃ ‘આપ'ની લોકપ્રિયતા ઘટે એ માટે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં કોંગ્રેસ છે?

કિરણ બેદીઃ મને શંકા છે કે આપ અને કોંગ્રેસ વચ્ચે મિલીભગત છે. જેના કારણે સામન્ય લોકોને સહન કરવું પડી રહ્યું છે.

વન ઇન્ડિયાઃ આ સ્થિતિમા એક નેતા તરીકે તમારો પક્ષ

વન ઇન્ડિયાઃ આ સ્થિતિમા એક નેતા તરીકે તમારો પક્ષ

કિરણ બેદીઃ આપણે અહીં ચૂંટણીની ફરીથી ચૂંટણીની દિશામાં ના જોવું જોઇએ. હાલની તકે ત્રણ વસ્તુ બને તેની આપણને જરૂર છે. આપણે સ્પષ્ટ પસંદગી, સ્થાયી સરકારની પંસદગી અને જે લોકોને ચૂંટ્યા છે તેમના પર નજર. આપણે નથી ઇચ્છતા કે જે દિલ્હીમાં બન્યું છે તે લોકસભામાં બને.

English summary
Former IPS officer Kiran Bedi on Tuesday lashed out at Delhi Chief Minister and Aam Aadmi Party (AAP) leader Arvind Kejriwal over his continuing protest in New Delhi demanding suspension of three personnel of the Delhi Police for alleged dereliction of duty.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X