For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોટ્સ એપ-ફેસબુક બન્યું નવું સેક્સ માર્કેટ

|
Google Oneindia Gujarati News

ગુડગાવ, 24 એપ્રિલ: સાઇબર સિટીમાં દેહ વ્યાપારનો ધંધો એ પ્રકારે હાવી થઇ ગયો છે કે પોલીસ પણ તેમને પકડવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે. સ્થિતિ એ છે કે પોલીસની પકડમાંથી બચવા માટે હવે ઇન્ટરનેટ પર દેહ વ્યાપારનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે, જેમાં સંપૂર્ણ ડીલ ફાઇનલ કરીને રાત્રે તેમને દિલ્હીના માર્ગે ગુડગાંવ સુધી લાવવામાં આવે છે.

હાલમાં જ ગુડગાંવમાં સેક્સ રેકેટમાં પકડવામાં આવેલી કેટલીક યુવતીઓએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું કે ઇંટરનેટ દ્વારા ડીલ થઇ અને નિશ્ચિત તારીખે તે ગુડગાંવ આવી. ઇંટરનેટ પર આવી અગણિત વેબસાઇટ અને ફેસબુક, ટ્વિટર એકાઉન્ટ છે જેની પર યુવાનો સરળતાથી ફોટા જોઇને તેમનો ભાવ નક્કી કરે છે.

એટલું જ નહીં, વોટ્સ એપ પર પણ લોકોને ફોટો અને નંબરોની સાથે કોન્ટેક્ટ કરવામાં આવે છે જેમાં ડીલ ફાઇનલ થયા બાદ એડવાન્સ ચૂકવણી સાથે તેઓ તારીખ પર પોતાની સર્વિસ આપે છે. શહેરમાં પબ-બારથીથી લઇને પોશ વિસ્તારમાં દેહવ્યાપાર કરવામાં આવી રહ્યો છે, તેમ છતાં પોલીસ તેમના સુધી પહોંચી શકતી નથી.

facebook
શા માટે છૂટી જાય છે આરોપી?
નવા ગુડગાંવમાં જ નહીં પરંતુ ઓલ્ડ ગુડગાંવમાં સિવિલ હોસ્પિટલની આગળ આખા રસ્તા પર વેશ્યાવૃત્તિ ચાલે છે. તેને લઇને પ્રશાસને પોતાની આંખ બંધ રાખી છે. આ અંગે એસીપી ડીએલએફ દલબીર સિંહનું કહેવું છે કે શહેરના પોશ એરિયામાં દેહ વ્યાપારની ફરિયાદ આવતી રહે છે તેના માટે કાર્યવાહી પણ કરવામાં આવે છે.

એસીપી અનુસાર કાયદાની ઢીલાશને પરિણામે દેહવ્યાપારના ધંધામાં પકડવામાં આવતા આરોપીઓની જામીન થઇ જાય છે અને લોકો તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે.

- 22 એપ્રિલના રોજ ડીડી સિટી સેંટરમાં સ્પા સેન્ટરમાં પાંચ યુવતીઓની પોસીસે ધરપકડ કરી.
- 19 એપ્રિલના રોજ ચકરપુરથી પોલીસે વેશ્યાવૃત્તિના આરોપમાં ચાર યુવતીઓને પકડી હતી.
- 2 એપ્રિલના રોજ સેક્ટર-29 સ્થિતિ લેજરવૈલી ગ્રાઉંડની પાસે પોલીસે સેક્સ રેકેટમાં પાંચ યુવતીઓની ધરપકડ કરી હતી.
- 28 માર્ચના રોજ સેક્ટર-31 માર્કેટમાં સ્પા સેંટરના નામ પર ચાલી રહેલ વેશ્યાવૃત્તિમાં પોલીસે ઘણી યુવતીઓને પકડી પાડી હતી.

English summary
Social Media is indirectly assisting Sex Market by provided records from high tech NCR.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X