Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સોશિયલ મીડિયા સ્ટાર રાઉડી ભાટીનું માર્ગ અકસ્માતમાં મોત

સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર રોહિત ભાટીની મંગળવની સવારે માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. આ રોડ અકસ્માતમાં રાઉડી ભાટીમા બે મિત્રો પણ ઘાયલ થયા હતા. જેમની સારવાર માટે દિલ્હી અને નોઇડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર રોહિત ભાટીની મંગળવની સવારે માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. આ રોડ અકસ્માતમાં રાઉડી ભાટીમા બે મિત્રો પણ ઘાયલ થયા હતા. જેમની સારવાર માટે દિલ્હી અને નોઇડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

road accident

ઉલ્લેખનીય છે કે, 25 વર્ષીય રોહિત ભાટી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રાઉડી ભાટી નામથી ફેમસ છે. રોહિત ભાટી ઉર્ફે રાઉડી ભાટીના મોતના સમાચારથી તેના ફોલોઅર્સ દુઃખી છે અને તેના મૃત્યુ થવા બદલ શોક વ્યક્ત કરી રહ્યા છે.

ચુહરપુર અંડરપાસ પાસે ઝાડ સાથે અથડાઈ

રોહિત ભાટી મૂળ બુલંદશહર જિલ્લાના સિકંદરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી હતા. રોહિત સોશિયલ મીડિયા પર રાઉડી ભાટીના નામથી ઘણા ફેમસ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત ઉર્ફે રાઉડી ભાટી હાલમાં ગ્રેટર નોઈડાના ચાઈ સેક્ટર સ્થિત નિમ્બસ સોસાયટીમાં રહેતા હતા. રોહિત ભાટી ઉર્ફે રાઉડી ભાટી સોમવારની સવારે લગભગ 3 કલાકે તેના બે મિત્રો સાથે પાર્ટીમાંથી પરત ફરી રહ્યો હતો, ત્યારે તે જ સ્વિફ્ટ કાર અચાનક કાબૂ બહાર નીકળી ગઈ હતી અને ચુહરપુર અંડરપાસ પાસે ઝાડ સાથે અથડાઈ હતી.

રાવડી ડ્રાઈવિંગ સીટ પર બેઠો હતો

આ અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક જીમ્સ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં રાઉડી ભાટીનું સારવાર દરમિયાન મોત થયું હતું. રાઉડીના બે મિત્રો મનોજ અને આતિશ પણ કારમાં હતા. જેની હાલત હાલ નાજુક છે.

અકસ્માતમાં ઘાયલ મનોજ અને આતિશની સારવાર ચાલી રહી છે

ગ્રેટર નોઈડાના બીટા-2 સ્ટેશન ઈન્ચાર્જ અનિલ રાજપૂતે જણાવ્યું કે, રાવડી ડ્રાઈવિંગ સીટ પર બેઠો હતો. તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્રણેયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ રાવડીને મૃત જાહેર કર્યો હતો. અકસ્માતમાં ઘાયલ મનોજ અને આતિશની સારવાર ચાલી રહી છે.

રાઉડી ભાટીના ઈન્સ્ટાગ્રામ પર 9 લાખ ફોલોઅર્સ

ઉલ્લેખનીય છે કે, રાઉડી ભાટીના ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર ઘણા બધા ફોલોઅર્સ છે અને તે પોતાના ડાયલોગ્સ માટે પણ ખૂબ ફેમસ હતા. તેમના મૃત્યુ બાદ તેમના ચાહકો દુઃખી છે. રાઉડી ભાટીના ચાહકોએ તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી અને અંતિમ સંસ્કારની રીલ્સ અને વીડિયો પોસ્ટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. અત્રે નોંધનીય છે કે, રાઉડી ભાટીના ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર 9.11 લાખ ફોલોઅર્સ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X