મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસઃ નીતિશ સરકારના મંત્રી મંજૂ વર્માનું રાજીનામુ

મુઝફ્ફરપુર બાલિકા ગૃહ યૌન ઉત્પીડન કાંડમાં બિહારના સમાજ કલ્યાણ મંત્રી મંજૂ વર્માએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.

મુઝફ્ફરપુર બાલિકા ગૃહ યૌન ઉત્પીડન કાંડમાં બિહારના સમાજ કલ્યાણ મંત્રી મંજૂ વર્માએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. તેમના રાજીનામા અંગે ઘણા સમયથી દબાણ થઈ રહ્યુ હતુ. બુધવારે બ્રજેશ ઠાકુરને મુઝફ્ફરપુરની પોસ્કો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બ્રજેશ ઠાકુરે મીડિયા સાથે વાત કરતા કહ્યુ હતુ કે તેની મંજૂ વર્માના પતિ ચંદ્રેશ્વર સાથે વાતચીત છે.

manju verma

તમને જણાવી દઈએ કે મંજૂ વર્માના પતિ ચંદ્રેશ્વર વર્માનું નામઆ મામલે આવી રહ્યુ હતુ. જેના કારણે વિપક્ષ સતત મંજૂ વર્માના રાજીનામાની માંગ કરી રહ્યુ હતુ. વળી સીએમ નીતિશ કુમારે પણ આ મામલે મંજૂ વર્માનું નામ આવવા પર કહ્યુ હતુ કે જો તે દોષિત જણાયા તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.

બુધવારે આરોપી બ્રજેશ ઠાકુર પર કોર્ટ પરિસરમાં શાહી ફેંકવામાં આવી. કોર્ટ પરિસરમાં હાજરી દરમિયાન એક મહિલાએ બ્રજેશ ઠાકુર પર શાહી ફેંકી. આ ઘટના પહેલા જ્યારે બ્રજેશ ઠાકુરને કોર્ટ પરિસરમાં લાવવામાં આવ્યો તો તેણે પોતાની સફાઈ આપતા કહ્યુ કે હું નિર્દોષ છુ, મારી વિરુધ્ધમાં એક પણ પુરાવો નથી. બાળકીઓને લાલચ આપવામાં આવી છે. બાળકીઓના મેડીકલમાં બળાત્કારની પુષ્ટિ થઈ નથી.

એક સ્થાનિક વર્તમાનપત્રમાં છપાયેલા રિપોર્ટ અનુસાર બ્રજેશ ઠાકુર સાથે મંજૂ વર્માના પતિની 17 વાર વાતચીત થઈ હતી. આ ખુલાસો સીડીઆરની તપાસમાં થયો છે. આ મામલાની તપાસ હાલમાં સીબીઆઈ કરી રહી છે. સીબીઆઈએ બ્રજેશ ઠાકુરના ત્રણ મોબાઈલ નંબરની કોલ ડિટેઈલ રેકોર્ડ (સીડીઆર) તપાસ થઈ છે. આ તપાસમાં જાણવા મળ્યુ કે મંજૂ વર્માના પતિ બ્રજેશ ઠાકુર સાથે સતત સંપર્કમાં રહ્યા છે. એટલુ જ નહિ તેમણે બ્રજેશ ઠાકુર સાથે ઘણી વાર દિલ્હીનો પ્રવાસ પણ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X