પોતાની કેસ લડવા માટે એન્જિનિયર નોકરી છોડી વકીલ બન્યો

એક સોફ્ટવેર એન્જિનિયર પોતાની ઉપર લાગેલા કેસમાં પોતાની બચાવ કરવા માટે વકીલ બની ગયો.

એક સોફ્ટવેર એન્જિનિયર પોતાની ઉપર લાગેલા કેસમાં પોતાનો બચાવ કરવા માટે વકીલ બની ગયો. પરંતુ આખરે શુક્રવારે બેંગ્લોર કોર્ટ ઘ્વારા તે વ્યક્તિને દોષી જાહેર કરવામાં આવ્યો અને તેને 2 વર્ષની સજા પણ સંભળાવવામાં આવી. તેની વિરુદ્ધ એક મહિલાએ અશ્લીલ ફોટો અને મેલ મોકલવાનો કેસ નોંધાવ્યો હતો. જેની સુનાવણી બેંગ્લોરમાં કોર્ટમાં છેલ્લા 10 વર્ષથી ચાલી રહી હતી.

bengaluru

કર્ણાટકના બગલકોટના રહેવાસી શિવપ્રસાદ સજ્જનને બેંગ્લોર કોર્ટ ઘ્વારા એક મહિલાની આપત્તીજનક ફોટો ઈમેલ ઘ્વારા ઘણા લોકોને મોકલવા મામલે બે વર્ષની સજા આપવામાં આવી છે. કર્ણાટકમાં સાયબર અપરાધ મામલે સજાનો આ પહેલો મામલો છે. મહિલા ઘ્વારા ફરિયાદ નોંધાવ્યાના 10 વર્ષ પછી કોર્ટ ઘ્વારા આ મામલે નિર્ણય આવ્યો છે.

આ મામલે પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ વ્યક્તિએ 10 વર્ષ સુધી આ મામલાને ખેંચવા માટે બધી જ સંભવ કાનૂની ખામીઓનો ઉપયોગ કર્યો. મહિલા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેની ઓળખના એક વ્યક્તિએ સાયબર કેફેથી અલગ અલગ લોકોને તેની આપત્તીજનક ફોટો સાથે ઈમેલ કર્યો હતો. વર્ષ 2008 દરમિયાન મહિલાની ફરિયાદ પર તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જામીન પર બહાર આવ્યા પછી તે વ્યકતિ સોફ્ટવેર એન્જીનીયરની નોકરી છોડીને વકીલ બની ગયો અને પોતાનો કેસ લડવા લાગ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X