For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂર્ય ગ્રહણ બાદ કોરોના વાયરસ ખતમ થશે? સરકારે આપ્યો આ જવાબ

સૂર્ય ગ્રહણ બાદ કોરોના વાયરસ ખતમ થશે? સરકારે આપ્યો આ જવાબ

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને આજના જ દિવસે સૂર્ય ગ્રહણ પણ લાગ્યું છે. આ ખગોળિય ઘટના એટલા માટે પણ ખાસ છે કેમ કે આજે રિંગ ઑફ ફાયર પણ જોવા મળશે એટલે કે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્રમા આવી જશે, આ દરમિયાન સૂર્ય એક અંગૂઠીની જેમ ચમકતો જોવ મળશે. આ અદ્ભુત ઘટના 25 વર્ષ બાદ જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર સૂર્ય ગ્રહણ બાદ કોરોના વાયરસ ખતમ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેના પર હવે ભારત સરકારનું નિવેદન સામે આવ્યું છે.

સરકારે કહ્યું અફવા છે

સરકારે કહ્યું અફવા છે

સરકારે સોશિયલ મીડિયા પર ચાલી રહેલ કોરોના વાયરસ ખતમ થવાના સમાચારોનું ખંડન કર્યું છે. સરકાર તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે રવિવારે દેશના કેટલાય ભાગોમાં ગ્રહણ જોવા મળશે. આ ગ્રહણ પૃથ્વી પર સૂક્ષ્મ જીવોને પ્રભાવિત નથી કરતું અને આ દરમિયાન સૂર્યમાંથી કોઇ રહસ્યમય કિરણો પણ નથી નીકળતા. આ દરમિયાન માત્ર આકાશમાં અદ્ભુત નજારો જોવા મળશે. ખગોળ શાસ્ત્રના હિસાબે આ ઘટનાને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.

દાવો શું હતો?

દાવો શું હતો?

હાલમાં જ ન્યૂજ એજન્સી ANI સાથે વાતચીત દરમિયાન ચેન્નઇના વૈજ્ઞાનિક ડૉ કેએલ સુંદર કૃષ્ણએ દાવો કર્યો હતો કે કોરોના વાયરસ અને સૂર્ય ગ્રહણ વચ્ચે સીધો સંબંધ છે. તેમણે કહ્યું કે સૂર્ય ગ્રહણ બાદ ઉત્સર્જિ વિખંડિત ઉર્જાના સંપર્કમાં આવ્યા બાદ કોરોના વાયરસ ખતમ થઇ જશે. તેમણે કોરોનાની શરૂઆતમાં પણ સૂર્ય ગ્રહણની ભૂમિકા જણાવી. તેમણે કહ્યું કે 26 ડિસેમ્બરે સૂર્ય ગ્રહણ બાદ સૌર મંડળમાં ગ્રહોની દશામાં બદલાવ થયો હતો. આ દરમિયાન ઉર્જાની વિવિધતાના કારણે ઉપરી વાયુમંડળમાં કોરોના વાયરસ ઉત્પન્ન થયો. આ ઉપરાંત Whatsapp, ફેસબુક અને ટ્વીટર પર અન્ય કેટલાય મેસેજ વાયરલ થઇ રહ્યા છે. જેમાં સૂર્ય ગ્રહણ બાદ કોરોના ખતમ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ખુલી આંખે સૂર્ય ગ્રહણ ના જોવાની સલાહ

ખુલી આંખે સૂર્ય ગ્રહણ ના જોવાની સલાહ

સૂર્ય ગ્રહણને નગ્ન આંખે જોવું ના જોઇએ, કેમ કે ગ્રહણની અસર રેટિના પર પડી શકે છે. એવામાં ઉપકરણોના માધ્યમથી ગ્રહણ જોવાની રીત એકદમ સુરક્ષિત હશે. જ્યારે ધાર્મિક રૂપે પણ તેનું ઘણું મહત્વ છે. સૂર્ય અને ચંદ્ર ગ્રહણ દરમિયાન તમામ મંદિરોના કપાટ બંધ રાખવામાં આવે છે. આ દરમિયાન કોઇપણ ધાર્મિક કાર્યક્રમ નથી થતા. સાથે જ પંડિતો ગ્રહણ દરમિયાન લોકોને કંઇપણ ખાવા-પીવાની સલાહ નથી આપતા. ગ્રહણ ખતમ થયા બાદ તમામ મંદિરોને સાફ કરી પાછાં ખોલવામાં આવે છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો નદીઓમાં સ્નાન કરવા જતા હોય છે.

Solar Eclipse 2020: આજે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, જુઓ તસવીરોSolar Eclipse 2020: આજે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, જુઓ તસવીરો

English summary
solar eclipse will not make any effect on coronavirus, govt replied
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X