Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઉરી હુમલો,શહીદે કહ્યું "માં જેટલી વાત કરી શકો, કરી લો"

ઉત્તર પ્રદેશના બલિયામાં રહેતા લાંસ નાયક આર કે યાદવ રવિવારે થયેલા ઉરી આતંકવાદી હુમલામાં શહીદ થઇ ગયા. આ ખબર હજુ સુધી તેમની પત્નીને આપવામાં આવી નથી. વાસ્તવમાં, આર કે યાદવની પત્ની ગર્ભવતી છે અને આ જ મહિને તેમની ડિલીવરી થવાની છે. આ પહેલા તેમની બે દિકરીઓ છે અને મોટી દિકરી 8 વર્ષની છે.

Soldier died in uri attack said talk as much as you can mom

ત્રણ દિવસ પહેલા જ 33 વર્ષના લાંસનાયક આર કે યાદવે ઉત્તરપ્રદેશના બલિયામાં પોતાની મા સાથે ફોન પર વાત કરી હતી. તેમણે ફોન પર પોતાની માને કહ્યું હતું કે, જેટલી વાત કરી શકો છો કરી લો મા. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં જ મારે હાયર રેંજમાં જવાનું થઇ શકે છે અને ત્યાં ફોનની સુવિધા ઉપલબ્ધ નહિ હોય.

આર કે યાદવને શુક્રવારે જમ્મુ-કાશ્મીરના ઉરીમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે દસ ડોગરામાં એક આર્મી બેઝની કમાન સંભાળી હતી. થોડા કલાકો બાદ જેવા બિહાર રેજિમેંટના સૈનિકો સૂવા માટે પોતાના ટેંટમાં ગયા, એ જ વખતે ચાર આતંકવાદીઓએ તેમના પર એકે-47 અને ગ્રેનેડથી હુમલો કરી દીધો. રવિવારે સવારે થયેલા આ હુમલામાં સેનાના 18 જવાન શહીદ થઇ ગયા, જ્યારે આશરે 30 જવાન ઘાયલ થઇ ગયા.

ઉરીમાં શહીદ રવિ પાલના દિકરાએ કહ્યું - મારા પિતાએ તિરંગા માટે પોતાનો જીવ આપ્યો, હું લઇશ તેમની મોતનો બદલો. સંત કબીર નગરમાં સુરેશચંદ્ર યાદવ કહે છે કે તેમણે તેમના નાના ભાઇ ગણેશ શંકર સાથે લગભગ એક સપ્તાહ પહેલા જ વાત કરી હતી. એ વખતે બંનેએ બહેનના લગ્નના અનુસંધાનમાં વાત કરી હતી. ગણેશ શંકરે વચન આપ્યું હતું કે તે ઓક્ટોબરમાં ઘરે આવશે. 34 વર્ષના શંકર એક મોટા પરિવારનો સહારો હતા. તેમને ત્રણ બાળકો છે, જેમાં સૌથી મોટા બાળકની ઉંમર 10 વર્ષ છે.

Soldier died in uri attack said talk as much as you can mom

રાજેશ કુમાર સિંહના પિતા રાજેન્દ્ર પ્રસાદ સિંહ કહે છે કે તેઓ એ વાત પર ગુસ્સે છે કે તેમના દિકરાની મોત એક આતંકવાદી હુમલામાં થઇ છે. જૌનપુર ગામમાં રહેતા રાજેન્દ્ર કહે છે કે જો મારો દિકરો યુદ્ધમાં શહીદ થયો હોત તો મને વધુ ગર્વ થાત.

28 વર્ષના હરેન્દ્ર યાદવને પણ બે દિકરા છે, જેમાં એકની ઉંમર 4 વર્ષ અને બીજાની 2 વર્ષ છે. ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં તેમના પડોશીએ જણાવ્યું કે તેમણે આ વર્ષે જ માર્ચ મહિનામાં કેવી રીતે એક ઝૂંપડીમાં લાગેલી આગથી બે લોકોને બચાવ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X