For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘હું નરેન્દ્ર મોદીનો ભાઈ છુ, પ્રધાનમંત્રીનો નહિ': મંદિરમાં દર્શન બાદ સોમભાઈ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમભાઈ મોદી પોતાની પત્ની સાથે મંગળવારે ગાઝીપુરમાં સિદ્ધપીઠ હથિયારામ મઠ સ્થિત બુઢિયા માઈ મંદિરમાં પહોંચ્યા.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમભાઈ મોદી પોતાની પત્ની સાથે મંગળવારે ગાઝીપુરમાં સિદ્ધપીઠ હથિયારામ મઠ સ્થિત બુઢિયા માઈ મંદિરમાં પહોંચ્યા. આ દરમિયાન સ્વાગત પરિચય સમારંભ દરમિયાન અચાનક સોમભાઈ મોદીએ એવી વાત કહી દીધી કે એક પળ માટે લોકો ચોંકી ગયા. પરંતુ બાદમાં તેમણે પોતાની આખી વાત કહી ત્યારે લોકોએ તાળીઓ સાથે તેમનુ સ્વાગત અભિનંદન કર્યુ.
વાસ્તવમાં બન્યુ એવુ કે મહામંડલેશ્વર સ્વામ ભવાનીનંદન યતિ મહારાજ દ્વારા જ્યારે ઉપસ્થિત લોકોને તેમનો પરિચય પ્રધાનમંત્રીના મોટા ભાઈ તરીકે કરાવ્યો તો તેમણે વચમાં રોકી દીધા. વળી, તે લોકો વચ્ચે ઉભા રહીને ક્ષમા યાચના સાથે બોલ્યા કે, 'મારા અને પ્રધાનમંત્રી વચ્ચે એક પડદો છે. હું તેને જોઈ શકુ છુ પરંતુ તમે નથી જોઈ શકતા. હું નરેન્દ્ર મોદીનો ભાઈ છુ, પ્રધાનમંત્રીનો નહિ.' જાણો ક્યાં અને શું કહ્યુ સોમભાઈ મોદીએ.

આ પણ વાંચોઃ ભારતમાં ગયા વર્ષે વાયુ પ્રદૂષણથી 10 લાખ લોકોએ જીવ ગુમાવ્યાઆ પણ વાંચોઃ ભારતમાં ગયા વર્ષે વાયુ પ્રદૂષણથી 10 લાખ લોકોએ જીવ ગુમાવ્યા

પીએમ મોદી માટે હું પણ 125 કરોડ દેશવાસીઓમાંથી એક

પીએમ મોદી માટે હું પણ 125 કરોડ દેશવાસીઓમાંથી એક

પ્રધાનમંત્રી મોદી માટે તો હું 125 કરોડ દેશવાસીઓમાંથી જ એક છુ જે બધા તેમના ભાઈ બહેન છે. મહંત બાલકૃષ્ણ યતિ કન્યા સ્નાતકોત્તર મહાવિદ્યાલયની છાત્રાઓને શક્તિનો અવતાર ગણાવતા કહ્યુ કે હું આ શક્તિપીઠમાં માઈ બુઢિયાને પ્રાર્થના કરુ છુ કે તમે બધા શક્તિ સ્વરૂપા દેશના કલ્યાણ માટે પોતાનું યોગદાન આપો.

ગોપનીય પ્રવાસ હતો, વહીવટી અધિકારીને પણ ખબર નહોતી

ગોપનીય પ્રવાસ હતો, વહીવટી અધિકારીને પણ ખબર નહોતી

સોમભાઈ મોદી અહીંથી પાછા બનારસ જતા રહ્યા. આ પ્રવાસ અચાનક અને ખૂબ જ ગોપનીય હતો એટલા માટે આવી જાણકારી કોઈ પણ વહીવટી અધિકારીને પણ નહોતી. આરતી સમાપ્ત થવા પર ગંગા સેવા નિધિના કોષાધ્યક્ષ આશિષ તિવારી, ઈન્દુ શેખર શર્માએ તેમને પ્રસાદ સ્વરૂપ રુદ્રાક્ષની માળા અને ગંગા આરતીનું બ્રોશર આપીને તેમને સમ્માનિત કર્યા. આ દરમિયાન ઘાટ પર હાજર લોકો સોમભાઈની સાદગીના કાયલ થઈ ગયા.

બુઢિયા માઈના દર્શન કરીને હું પોતાને ધન્ય સમજુ છુ

બુઢિયા માઈના દર્શન કરીને હું પોતાને ધન્ય સમજુ છુ

સિદ્ધપીઠ સ્થિત મહંત બાલકૃષ્ણ યતી કન્યા સ્નાતકોત્તર મહાવિદ્યાલયના પ્રાચાર્ય તેમજ સિદ્ધપીઠ બ્રહ્મચારી સંત ડૉ. રત્નાકર ત્રિપાઠીએ જણાવ્યુ કે સોમભાઈ મોદી સાથે તેમની પત્ની તેમજ તેમના મિત્ર શામેલ હતા. તેમનુ સિદ્ધપીઠ પર વેદિક રીત રીવાજથ વેદિક બટુકો દ્વારા સ્વસ્તિ વાંચન કરીને સ્વાગત કરવામાં આવ્યુ. દર્શન પૂજન બાદ અભિભૂત સોમભાઈ મોદીએ કહ્યુ કે સિદ્ધપીઠની આ ધરાને પ્રણામ કરવાની ઘણા સમયથી ઈચ્છા હતી. આજે બુઢિયા માઈના દર્શન કરીને હું પોતાને ધન્ય સમજુ છુ. દર્શન પૂજન બાદ સોમભાઈ મોદી પોતાના મિત્રો સહિત મહામંડલેશ્વર સ્વામી ભવાનીનંદન યતિ મહારાજ સાથે વારાણસી પાછા જતા રહ્યા.

આ પણ વાંચોઃ રાજસ્થાન ચૂંટણીમાં મતદાન પહેલા મતદારોને નશાનો ડોઝ, પકડાયો 1080 પેટી દારૂઆ પણ વાંચોઃ રાજસ્થાન ચૂંટણીમાં મતદાન પહેલા મતદારોને નશાનો ડોઝ, પકડાયો 1080 પેટી દારૂ

English summary
Som Bhai Modi said in Gazipur, 'I am brother of Narendra Modi not Prime Minister'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X