For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુઝફ્ફરનગર હિંસાઃ આજે થઇ શકે છે વધુ ધરપકડ

|
Google Oneindia Gujarati News

લખનઉ, 22 સપ્ટેમ્બરઃ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં જારી હિંસા પર હવે રાજકારણ ખેલાઇ રહ્યું છે. પ્રદેશની યુપીએ સરકાર હિંસા અંગે રજૂ કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનના આરોપીઓની ધરપકડમાં વેગ લાવીને પોતાની બગડેલી છબીને સુધારવાના પ્રયાસો કરી રહી છે. જો કે, સ્ટિંગ ઓપરેશનને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવે તો સપા સરકારના દિગ્ગજ નેતા આઝમ ખાન સામે પણ પ્રશ્નાર્થ છે.

પરંતુ હાલ સપા સરકારની તલવાર ભાજપ અને બસપાના ધારાસભ્યો પર ફરી રહી છે. મુઝફ્ફરનગર હિંસામાં પોલીસ કાર્યવાહી ઝડપ કરતા, ભાજપે હુકમ સિંહ, સુરેશ રાણા અને સંગીત સોમની ધરપકડ કરવામાં આવી. માનવામાં આવી રહી છે કે, આજે પણ કેટલીક ધરપકડ કરવામાં આવી શકે છે.

muzaffarnagar-riot
આ પહેલા પોલીસે શનિવારે ભાજપના વિધાનમંડળ દળના નેતા હુકુમ સિંહની ગાઝિયાબાદમાંથી ધરપકડ કરી હતી. શનિવારે જ અદાલતને ભાજપ ધારાસભ્ય સંગીત સોમ અને સુરેશ રાણાએ 14 દિવસોની ન્યાયિક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યા હતા. ભાજપ ઉપરાંત મુઝફ્ફરનગર જિલ્લાના ચરથાવલ વિધાનસભા ક્ષેત્રથી બસપાના ધારાસભ્ય નૂર સલીમની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોતાના ધારાસભ્યોની ધરપકડ બાદ પ્રદેશ સરકાર વિરુદ્ધ મોરચો ખોલતા ભાજપે પ્રદેશ પ્રવક્તા વિજય બહાદૂર પાઠકે કહ્યું છે કે, સપા સરકાર મુસલમાનોને ખુશ કરવા માટે આ કાર્યવાહી કરી રહી છે. નોંધનીય છે કે મુઝફ્ફરનગર અને તેની આસપાસના જિલ્લાઓમાં થયેલી હિંસામાં અંદાજે 50 લોકોની મૃત્યુ થઇ હતી અને 62 ઇજાગ્રસ્ત થયા હતા. અંદાજે 50 હજાર લોકો બેઘર થઇને 40 રાહત શિવિરમાં રહી રહ્યાં છે.

English summary
According to the source some more arrest in muzaffarnagar violence after BJP MLA Sangeet Singh Som and the BSP MLA Noor Saleem Rana were arrested for their alleged role in fanning communal violence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X