For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મદુરાઈમાં કમલ હાસન પર ચપ્પલ ફેક્યું, 10 લોકોની ધરપકડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કમલ હાસને જેવી રીતે હાલમાં જ નથૂરામ ગોડસેને લઈ નિવેદન આપ્યું છે, તે બાદ સતત ચર્ચામાં છે. મદુરાઈના થિરુપરમકુંદ્રમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કમલ હાસન પર એક વ્યક્તિએ ચપ્પલ ફેંક્યું હતું. ઘટના બાદ પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે. પોલીસ માલુમ લગાવવાની કોશિશ કરી રહી છે કે આખરે કોના ઈશારે આ ચપ્પલ ફેંકવામાં આવી છે. જણાવી દઈએ કે કમલ હાસન વિરુદ્ધ નથુરામ ગોડસેના નિવેદનને લઈ કેસ નોંધાયો છે.

kamal hassan

જણાવી દઈએ કે અગાઉ દિલ્હી હાઈકોર્ટે મક્કલ નિધિ માઈમના નેતા કમલ હાસનના ગોડસે પહેલો હિંદુ આતંકી વાળા નિવેદન પર સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. અદાલતે બુધવારે આ મામલે દાખલ અરજીને ફગાવી દીધી હતી. અદાલતે અરજદારને કહ્યું કે આ મામલો તમિલનાડુનો છે, એવામાં અમે આના પર સુનાવણી કરવા નથી માંગતા. ભાજપા નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાય તરફથી દાખલ કરવામાં આવેલ અરજીમાં ચૂંટણી પંચ સમક્ષ આવા લોકોના ચૂંટણી લડવા પર રોક લગાવવાના આદેશ આપવાની માંગણી કરી હતી, જે ચૂંટણી લાભ લેવાની લાલચાએ ધર્મ વિશે અયોગ્ય નિવેદનો આપતા હોય છે.

જસ્ટિસ જીએસ સિસ્તાની અને જસ્ટિસ જ્યોતિ સિંહે અરજી પર કહ્યું કે કમલ હાસનના નિવેદનથી સંબંધિત મામલો અદાલતના અધિકાર ક્ષેત્રની બહાર છે, માટે તેઓ આના પર સુનાવણી ન કરી શકે. જો કે અદાલતે ચૂંટણી પંચને કહ્યું કે તેઓ કમલ હાસનની હાલની ટિપ્પણીના મામલામાં તેજીથી ફેસલો લે.

ઉલ્લેખનીય છે કે તમિલનાડુના અરાવકુરિચિમાં ચૂંટણી અભિયાન દરમિયાન કમલ હાસને કહ્યું કે આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિંદુ હતો. તેનું નામ નાથુરામ ગોડસે હતું. હાસને કહ્યું કે, હું આવું એટલા માટે નથી કહી હ્યો, કેમ કે મુસ્લિમોના એરિયામાં સભા કરી રહ્યો છું બલકે એટલા માટે કહી રહ્યો છું કેમ કે મારી સામે ગાંધીની પ્રતિમા છે. મને લાગે છે કે દેશનો પહેલો આતંકી નથુરામ ગોડસે હતો અને તે હિંદુ હતો. તમિલનાડુના અવારકુરુચિમાં મંગળવારે આ નિવેદનને લઈ હાસન વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. અભિનયથી રાજનીતિમાં આવેલ હાસન વિરુદ્ધ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા અને બે સમુહ વચ્ચે દુશ્મનાવટ વધારવાના આરોપ બદલ આઈપીસીની કલમ 153એ અને 295એ અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો- બંગાળમાં પ્રચાર પર રોક- કોંગ્રેસે ગણાવ્યો 'લોકતંત્રના ઈતિહાસનો કાળો દિવસ', TMCએ કર્યો પ્રહાર

English summary
someone threw slipper at kamal hassan, 10 people arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X