બંગાળમાં પ્રચાર પર રોક- કોંગ્રેસે ગણાવ્યો 'લોકતંત્રના ઈતિહાસનો કાળો દિવસ', TMCએ કર્યો પ્રહાર
નવી દિલ્હીઃ કોંગ્રેસે ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન ભડકેલી હિંસાની પૃષ્ટભૂમિમાં ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં 16 મેની રાત્રે જ ચૂંટણી પ્રચાર પર રોક લગાવવાનો ફેસલો લેવા પર સવાલ ઉઠાવ્યો અને દાવો કર્યો કે આજે લોકતંત્રના ઈતિહાસનો કાળો દિવસ છે કેમ કે આયોગે પ્રક્રિયાનું પાલન ન કરતાં માત્ર પીએમ મોદીની રેલીઓને મંજૂરી આપી દીધી છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ નિવેદન આપ્યું હતું. પશ્ચિમ બંગાળ પર ચૂંટણી પંચના આદેશમાં અનુચ્છેદ 14 અને 21 અંતર્ગત જરૂરી પ્રક્રિયાનું અનુપાલન ન થયું તથા પંચે સૌને સમાન અવસર આપવાના સંવૈધાનિક કર્તવ્યનું પાલન પણ ન કર્યું. આ સંવિધાનની સાથે અસહનીય વિશ્વાસઘાત છે.

ચૂંટણી પ્રચાર પર રોક
સાથે જ સુરજેવાલાએ દાવો કર્યો કે પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ ચૂંટણી પંચમાં 11 ફરિયાદો છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. ભાજપ દ્વારા હિંસા કરવામાં આવી અને અમિત શાહ દ્વારા ધમકાવવામાં આવ્યા, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. હવે મોદીજીને 16મેના રોજ રેલીઓ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે અને બીજા બધા લોકો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એક સમયે સ્વતંત્ર સંવૈધાનિક એકમ રહેલ સંસ્થા શર્મનાક સ્તરે નીચે પડી ગઈ છે.

કોંગ્રેસે કર્યો પ્રહાર
અગાઉ પાર્ટીના વરિષ્ઠ નેતા અહમદ પટેલે ટ્વીટ કરી કહ્યું હતું કે, 'જો પશ્ચિમ બંગાળમાં સ્થિતિ આટલી જ ખરાબ હોય તો ચૂંટણી પ્રચાર પર રોક લગાવવો જોઈએ. ચૂંટણી પંચ કાલ સુધીની રાહ કેમ જોઈ રહ્યું છે? શું કાલે પીએમની રેલીઓ છે એટલા માટે આવું થઈ રહ્યું છે? ચૂંટણી પંચ દાવો કરી રહ્યો છે કે પશ્ચિમ બંગાળની પરિસ્થિતિ અનપેક્ષિત છે, પરંતુ છતાં તેઓ પીએમ મોદીની ચૂંટણી સભાઓ સંપન્ન થવાનો ઈંતેજાર કરી રહ્યું છે, શું આ અનપેક્ષિત નથી?'

મોદીને ભેટ આપી
બીજી બાજુ તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજીએ બુધવારે કહ્યું કે આ ચૂંટણી પંચે પીએમ મોદીને ભેટ આપી છે જે અભૂતપૂર્વ, અસંવૈધાનિક અને અનૈતિક છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે આ પ્રકારની ચૂંટણી પહેલાં ક્યારેય નથી જોઈ જે આરએસએસના લોકોથી ભરી પડી હોય. મમતા બેનરજીએ દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં કાયદા વ્યવસ્થાની એવી કોઈ સમસ્યા નથી કે અનુચ્છેદ 324 લાગૂ કરવામાં આવે. આ અભૂતપૂર્વ, અસંવૈધાનિક અને અનૈતિક છે. હકીકતમાં આ મોદી અને શાહને ભેટ સમાન છે.

ભાજપ તથા તૃણમૂલ કોંગ્રેસના સમર્થકો વચ્ચે બબાલ
ભારતના ચૂંટણી ઈતિહાસમાં આવા પ્રકારની કાર્યવાહી પહેલીવાર થઈ છે, જ્યાં ચૂંટણી પંચે બુધવારે પશ્ચિમ બંગાળના 9 લોકસભા ક્ષેત્રોમાં ચૂંટણી પ્રચાર ગુરુવારે રાત્રે 10 વાગ્યે સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે. નિર્ધારિત સમય મુજબ પ્રચાર એક દિવસ બાદ શુક્રવારે સાંજે સમાપ્ત થનાર હતો. પંચે મંગળવારે કોલકાતામાં ભાજપ તથા તૃણમૂલ કોંગ્રેસના સમર્થકો વચ્ચે બબાલ બાદ આ ફેસલો લીધો. ચૂંટણી પંચે 19 મેના રોજ ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચારને સમય પહેલા જ અટકાવવા માટે સંવિધાનના અનુચ્છેદ 324ને લાગૂ કરેલ છે. આયોગે પશ્ચિમ બંગાળના પ્રધાન સચિવ (ગૃહ) અત્રિ ભટ્ટાચાર્ય અને સીઆઈડીના અતિરિક્ત મહાનિદેશક રાજીવ કુમારને તેમના પદોથી હટાવવાનો પણ આદેશ આપ્યો છે. જેના પર મમતા બેનરજીએ કહ્યું કે બંને અધિકારીઓને ચૂંટણી પંચે નહિ, બલકે મોદી અને અમિત શાહે હટાવ્યા છે.












Click it and Unblock the Notifications
