For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેન્શનના પૈસા ના આપ્યા તો કપૂતે નિર્દયતાપૂર્વક માનુ માથુ ફોડી નાખ્યુ, વાયરલ થયો Video

મહારાષ્ટ્રમાંથી એક દર્દનાક અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં એક કપૂતે પોતાની માતા પર જાનલેવા હુમલો કરી દીધો.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાંથી એક દર્દનાક અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં એક કપૂતે પોતાની માતા પર જાનલેવા હુમલો કરી દીધો. પુત્રએ તેની માતાનુ માથુ ફોડી નાખ્યુ જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પુત્ર અને માતા વચ્ચે પેન્શનને લઈને ઝઘડો થયો હતો. પુત્ર માતા પાસે પેન્શનના પૈસા માંગતો હતો. માતાએ પેન્શનના પૈસા આપવાની ના પાડતા પુત્રએ માતાનુ માથુ ફોડી નાખ્યુ હતુ. ઘાયલ માને પડોશીઓએ હૉસ્પિટલમાં પહોંચાડી. જ્યાં તેનો ઈલાજ કરવામાં આવ્યો.

viral video

વીડિયોમાં જોઈ શકાય છે કે આરોપી પોતાની મા સાથે પેન્શનના પૈસાને લઈને ઝઘડો કરી રહ્યો છે. બાદમાં તે ઘરના બહાર બેઠેલી મા પર એક લાકડાના મોટા ટૂકડાથી વાર કરી દે છે. અધિકારીઓએ જણાવ્યુ કે તે તેની માતા પાસેથી પેન્શનના પૈસાની માંગ કરી રહ્યો હતો. પરંતુ તેની માતાએ પેન્શનના પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે માએ પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે પુત્રએ ગુસ્સામાં રસ્તા પરથી એક મોટો લાકડાનો મોટો ટૂકડો ઉઠાવ્યો અને માતાના માથા પર ઘા કર્યો. મહિલા તેના બંને હાથ વડે તેનુ માથું પકડીને પીડાથી રડે છે. જ્યારે તેનો પુત્ર હુમલો કર્યા બાદ રસ્તા પર પડી જાય છે.

મહિલાને ઈજાગ્રસ્ત જોઈને પાડોશીઓ તેને હૉસ્પિટલ લઈ ગયા. પોલીસે જણાવ્યુ કે આ વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. આ ઘટના 25 ઓક્ટોબરે ઈન્દાપુર તાલુકામાં બની હતી. 27 ઓક્ટોબરે પુત્ર વિરુદ્ધ ઈન્દાપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યુ કે આરોપી પુત્ર દિલીપ જાધવે વૈજયંતા જાધવ નામની તેની જ માતાને નિર્દયતાથી માર માર્યો છે. માતાએ પોતે ઈન્દાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઈન્દાપુર પોલીસ અધિકારીઓએ હવે દિલીપ વિરુદ્ધ કલમ 324, 323, 504 અને 506 હેઠળ કેસ નોંધ્યો છે.

English summary
Son brutally smashes mother head due to argument over her pension
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X