For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છેતરપિંડીના આરોપો પર સોનાક્ષી સિન્હાએ તોડ્યુ મૌન, આપ્યુ મોટુ નિવેદન

બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા પર 24 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. સમગ્ર કેસમાં સોનાક્ષી સિન્હાએ મૌન તોડ્યુ છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા પર 24 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. જાણકારી મુજબ તેની સામે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ સ્થિત કટઘર પોલિસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 420 (છેતરપિંડી) અને 406 હેઠળ કેસ પણ ફાઈલ કરવામાં આવ્યો છે. વળી, સમગ્ર કેસમાં સોનાક્ષી સિન્હાએ મૌન તોડ્યુ છે. તેના પર લાગેલા આરોપો પર મીડિયા અને ફેન્સને અનુરોધ કર્યો છે કે તે આ ફ્રોડ કંપની અને તેને લગતા વ્યક્તિની વાત પર વિશ્વાસ ના કરે. સોનાક્ષી સિન્હાએ ટ્વીટ કરીને પોતાની વાત બધાની સામે રાખી છે.

આ પણ વાંચોઃ માનહાનિ કેસમાં અમદાવાદ કોર્ટમાંથી રાહુલ ગાંધીને મળ્યા જામીનઆ પણ વાંચોઃ માનહાનિ કેસમાં અમદાવાદ કોર્ટમાંથી રાહુલ ગાંધીને મળ્યા જામીન

સોનાક્ષી સિન્હા પર છેતરપિંડીનો કેસ ફાઈલ

સોનાક્ષી સિન્હા પર છેતરપિંડીનો કેસ ફાઈલ

વાસ્તવમાં, સોનાક્ષી સિન્હા ઉપર આરોપ લાગ્યો છે કે વર્ષ 2018માં તેણે સ્ટેજ પર્ફોર્મન્સ માટે 24 લાખ રૂપિયા લીધા હતા પરંતુ તે આ કાર્યક્રમમાં શામેલ થઈ નહિ. આ કેસમાં મુરાદાબાદના કટઘર પોલિસ સ્ટેશનમાં સોનાક્ષી સહિત 5 લોકો પર છેતરપિંડીનો કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન યુપી પોલિસની એક ટીમ મુંબઈમાં સોનાક્ષી સિન્હા જૂહુ સ્થિત બંગલા પર પણ પહોંતી પરંતુ તે હાજર નહોતી. વળી, આ કેસ સામે આવ્યા બાદ સોનાક્ષી સિન્હાએ ટ્વીટ કરીને સમગ્ર કેસમાં પોતાનો પક્ષ રાખ્યો છે.

સોનાક્ષીએ ટ્વીટર પર કહી પોતાની વાત

દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાએ ટ્વીટમાં લખ્યુ, ‘એક ઈવેન્ટના આયોજક જે પોતાની પ્રતિબદ્ધતા પર પોતે ખરા નથી ઉતરી શક્યા, તે વિચારી રહ્યા છે કે પ્રેસ અને મીડિયા સામે મારી સાફ સુથરી ઈમેજને ખરાબ કરીને મારી પાસેથી પૈસા પડાવી શકે.' તેણે આગળ લખ્યુ, ‘મારા તરફથી આ કેસમાં દરેક પ્રકારની તપાસમાં સંબંધિત ઑથોરિટીઝ સાથે પૂરો સહયોગ કરીશ. સાથે જ મીડિયાને નિવેદન કરુ છુ કે તે આ બેઈમાન વ્યક્તિના વિચિત્ર દાવાઓ પર વિશ્વાસ ના કરે.'

મુરાદાબાદમાં ફાઈલ થયો છે સોનાક્ષી પર કેસ

મુરાદાબાદમાં ફાઈલ થયો છે સોનાક્ષી પર કેસ

આ કેસમાં સોનાક્ષી સિન્હા સહિત પાંચ લોકો સામે કેસ ફાઈલ થયો છે. જાણકારી મુજબ મુરાદાબાદના કટઘર પોલિસ સ્ટેશન વિસ્તારના શિવપુરી નિવાસી પ્રમોદ શર્માએ 24 નવેમ્બર, 2018ના રોજ મુરાદાબાદના એસએસપીને અભિનેત્રી સોનાક્ષી સિન્હા સામે ફરિયાદ કરી હતી. તેમણે દિલ્લીમાં 30 સપ્ટેમ્બરે ઈન્ડિયા ફેશન એન્ડ બ્યુટી એવોર્ડ કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ. આમાં એવોર્ડ વહેંચવા અને સ્ટેજ પર્ફોર્મન્સ માટે સોનાક્ષીએ પહોંચવાનું હતુ.

શું છે સોનાક્ષી સિન્હા સાથે જોડાયેલ સમગ્ર કેસ

શું છે સોનાક્ષી સિન્હા સાથે જોડાયેલ સમગ્ર કેસ

પ્રમોદ શર્મા તરફથી દાવો કરવામાં આવ્યો છે કે આ ઈવેન્ટ માટે તેણે ટેલેન્ટ ફૂલ ઑન કંપની સાથે કરાર કર્યો હતો. તેણે કહ્યુ કે સોનાક્ષીની પર્સનલ સચિવ માલવિકા પંજાબી સાથે વાતચીત કર્યા બાદ તેના ખાતામાં ઑનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા હતા પરંતુ ખરા સમયે સોનાક્ષીએ આ કાર્યક્રમમાં શામેલ થવાનો ઈનકાર કરી દીધો અને પૈસા પણ પાછા ન આપ્યા ત્યારબાદ તેમણે પોલિસમાં કેસ ફાઈલ કરાવ્યો. આ એફઆઈઆરને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી ત્યારબાદ કોર્ટે સોનાક્ષીની ધરપકડ પર હાલમાં રોક લગાવી દીધી છે.

English summary
Sonakshi Sinha reacts to cheating allegations levelled against her
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X