કેન્સરનો ઈલાજ કરાવીને મુંબઈ પાછી આવી સોનાલી બેન્દ્રે
ફિલ્મ અભિનેત્રી સોનાલી બેન્દ્રો કેન્સરનો ઈલાજ કરાવીને ન્યૂયોર્કથી પાછી મુંબઈ આવી ગઈ છે. લગભગ પાંચ મહિના બાદ સોનાલી મુંબઈ આવી છે.
ફિલ્મ અભિનેત્રી સોનાલી બેન્દ્રો કેન્સરનો ઈલાજ કરાવીને ન્યૂયોર્કથી પાછી મુંબઈ આવી ગઈ છે. લગભગ પાંચ મહિના બાદ સોનાલી મુંબઈ આવી છે. આ વર્ષે જુલાઈ માસમાં સોનાલી બેન્દ્રેએ પોતે આ વાતની જાણકારી આપી હતી કે તેને હાઈ ગ્રેડ કેન્સર છે અને તે આનો ઈલાજ કરાવવા ન્યૂયોર્ક જઈ રહી છે. મુંબઈ પહોંચ્યા બાદ સોનાલી બેન્દ્રેના પતિ ગોલ્ડી બહેલે જણાવ્યુ કે સોનાલી હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેનો ઈલાજ બંધ થઈ ગયો છે. જો કે વાતની આશંકા છે કે આ બિમારી પાછી આવી શકે છે એટલા માટે તેમનુ રેગ્યુલર ચેકઅપ થતુ રહેશે.

દરેક જણ સંઘર્ષ કરી રહ્યુ છે
આ પહેલા ઈન્સ્ટાગ્રામ પર સોનાલી બેન્દ્રેએ પોતાનો અનુભવ શેર કરતા કહ્યુ હતુ કે દિલોના અંતર નજીક લઈ આવે છે, આવુ જરૂર થાય છે, આપણે આ અંતરને નાનુ ન સમજવુ જોઈએ. મુંબઈથી દૂર ન્યૂયોર્કમાં મે આ વાત અનુભવી છે અને કહાનીઓ મારી સામે ઘૂમી રહી છે. દરેક જણ પોતાની કહાનીને અલગ અંદાજમાં લખવા ઈચ્છે છે, દરેક જણ આના માટે સંઘર્ષ કરી રહ્યા છે અને તે ક્યારેય હાર નથી માનતા.

શેર કર્યો હતો અનુભવ
સોનાલી બેન્દ્રેએ કેન્સર વિશે પોતે જ સોશિયલ મીડિયા પર જાણકારી શેર કરીને લખ્યુ હતુ કે ક્યારેક ક્યારેક જિંદગી તમને એવી જગ્યાએ લાવીને ઉભા કરી દે છે, જેના વિશે તમે કંઈ વિચાર્યુ જ ન હોય. મને હમણાં જ માલુમ પડ્યુ કે મને હાઈ ગ્રેડ કેન્સર છે, જ બાકી જગ્યાએ વધી રહ્યુ છે. એક પીડા બાદ અમુક ટેસ્ટ થયા અને પછી કેન્સર વિશે માલુમ પડ્યુ. મારી સાથે મારા દોસ્ત અને પરિવાર છે જે મને દરેક રીતે સપોર્ટ કરી રહ્યા છે. હું તેના માટે આભારી છુ.

લોકોનો માન્યો આભાર
સોનાલીએ પોતાના નજીકના લોકોનો આભાર માનતા લખ્યુ હતુ કે બધા તરફથી મળેલા પ્રેમ માટે તે આભારી છે. તેણે લખ્યુ, ‘હું આ લડાઈ માટે તૈયાર છુ. મારી સાથે મારો પરિવાર અને દોસ્ત છે.' તમને જણાવી દઈએ કે ફિલ્મ અભિનેતા ઈરફાન ખાન પણ કેન્સર સામે લડી રહ્યા છે. ઈરફાન ખાનને ન્યૂરોએન્ડ્રોઈડ કેન્સર છે જેના ઈલાજ માટે તે હાલમાં લંડનમાં છે. હાલમાં જ તેમણે પોતાના ફેન્સ માટે લંડનથી એક પત્ર લખ્યો હતો.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
