Sonam Wangchuk : દિલ્હી પોલીસે લદ્દાખના હિરો સોનમ વાંગચુકની ધરપકડ કરી, જાણો કેમ?
Sonam Wangchuk : લદ્દાખને બંધારણની અનુસૂચિમાં સામેલ કરવા માટે સોનમ વાંગચુક સહિત તેમના સાથીદારો દિલ્હી પહોંચ્યા છે. અહીં દિલ્હી પોલીસે તેમની ધરપકડ કરી છે.
સમાચારો અનુસાર, સોનમ વાંગચુક અને 20 અન્ય પ્રદર્શનકારીઓની દિલ્હી પોલીસે અટકાયત કરી છે. સોનમ વાંગચુક સમર્થકો સાથે લદ્દાખ ભવન બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા ત્યારે તેમની ધરપકડ કરાઈ.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોનમ વાંગચુક ઉપવાસ પર બેઠા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી. તેમને સાથીઓ સાથે મંદિર માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે.
પોલીસ અનુસાર, પ્રદર્શનકારીઓને લદ્દાખ ભવનની બહાર ઉપવાસ કરવાની પરવાનગી નહોતી. જંતર-મંતર પર વિરોધ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી છે. તેની અરજી વિચારણા હેઠળ છે. તેમને અન્ય કોઈ જગ્યાએ વિરોધ કરવાની મંજૂરી નથી. અમે કેટલાક લોકોની અટકાયત કરી છે, જેમને ટૂંક સમયમાં છોડી દેવામાં આવશે.
જણાવી દઈએ કે, વાંગચુકે તેમના સમર્થકો સાથે લદ્દાખને બંધારણની છઠ્ઠી સૂચિમાં સામેલ કરવાની માંગ સાથે લેહથી દિલ્હી સુધી કૂચ કરી હતી.












Click it and Unblock the Notifications
