For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોટામાં બાળકોના મોત અંગે સોનિયા નારાજ, ગેહલોત સરકારનો રિપોર્ટ લઈને પહોંચ્યા અવિનાશ પાંડે

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરૂવારે રાજસ્થાનના કોટામાં નવજાત શિશુઓના મોત અંગે રાજસ્થાન કોંગ્રેસ પ્રભારી અવિનાશ પાંડેને મળી હતી.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરૂવારે રાજસ્થાનના કોટામાં નવજાત શિશુઓના મોત અંગે રાજસ્થાન કોંગ્રેસ પ્રભારી અવિનાશ પાંડેને મળી હતી. પાંડે આજે બપોરે સોનિયા ગાંધીના ઘરે પહોંચ્યા હતા અને તેમને કોટાની જે.કે. લોન હોસ્પિટલમાં નવજાત શિશુઓના મોતને રોકવા માટે રાજ્યની કોંગ્રેસ સરકારે લીધેલા પગલાં વિશે માહિતી આપી હતી.

બેઠક બાદ પાંડેએ કહી આ વાત

બેઠક બાદ પાંડેએ કહી આ વાત

કોંગ્રેસ અધ્યક્ષને મળ્યા બાદ પાંડેએ કહ્યું કે તે એક પૂર્વનિર્ધારિત બેઠક હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેઓ કોટા મુદ્દા (શિશુ મૃત્યુ) અંગે ખૂબ ગંભીર છે, રાજસ્થાનના મુખ્ય પ્રધાને તેમને એક વિગતવાર અહેવાલ મોકલ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે સોનિયા ગાંધીએ પાંડેને કહ્યું છે કે રાજ્ય સરકારે આ મામલે ગંભીરતા લીધી અને બાળકોની સારી સારવાર માટે દરેક શક્ય પગલા લીધાં હતા.

કેન્દ્રીય મંત્રીએ ગેહલોતને લખ્યો પત્ર

કેન્દ્રીય મંત્રીએ ગેહલોતને લખ્યો પત્ર

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધનને જણાવ્યું છે કે તેમણે રાજસ્થાનના મુખ્ય પ્રધાનને કોટામાં બાળકોના મોત અંગે પત્ર લખ્યો છે. કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કહ્યું કે મેં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને પત્ર લખ્યો છે અને મારી તરફથી તમામ પ્રકારના સહકારની ખાતરી આપી છે. તમને જણાવી ધઇએ કે ડિસેમ્બરથી કોટા જિલ્લાની જે.કે. લોન હોસ્પિટલમાં 100 થી વધુ શિશુઓના મોત નીપજ્યાં છે. 23-24 ડિસેમ્બરે, 10 શિશુઓનું 48 કલાકમાં હોસ્પિટલમાં મૃત્યુ થયું છે.

ગેહલોતે આપ્યું નિવેદન

ગેહલોતે આપ્યું નિવેદન

રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યું છે કે કોટામાં બાળકોના મોત અંગે સરકાર સંવેદનશીલ છે. આ અંગે રાજકારણ ન થવું જોઈએ. કોટાની આ હોસ્પિટલમાં શિશુ મૃત્યુદરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અમે તેને વધુ ઘટાડવાનો પ્રયત્ન કરીશું. માતા અને બાળકો સ્વસ્થ રહે તે અમારી પ્રાથમિકતા છે.

English summary
Sonia angry over the deaths of children in Kota, Avinash Pandey arrived with the report of Gehlot government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X