કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ

Written By:
Subscribe to Oneindia News

છેલ્લા ઘણા સમયથી ખરાબ સ્વાસ્થ્ય સામે લડી રહેલ સોનિયા ગાંધી ની તબિયત ફરી બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધીને સારાવાર અર્થે દિલ્હી ની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધીને ફૂડ પોઇઝનિંગની ફરિયાદ હોવાથી રવિવારે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

sonia gandhi

હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું કે, સોનિયા ગાંધીનું સ્વાસ્થ્ય સુધારા પર છે અને આથી ચિંતા કરવાની કોઇ જરૂર નથી. ડૉક્ટરો અનુસાર તેમને જલ્દી જ હોસ્પિટલમાંથી ઘરે જવાની અનુમતિ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધી છેલ્લા ઘણા સમયથી બીમાર છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ તેમના નિષ્ક્રિય હોવાનું કારણ ખરાબ સ્વાસ્થ્ય હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે તે ઇલાજ અર્થે વિદેશ ગયા હોવાના પણ સમાચાર આવ્યા હતા.

English summary
Sonia Gandhi admitted into the hospital due to food poisoning.
Please Wait while comments are loading...