Lok Sabha Election 2024 : સોનિયા ગાંધીના બીજેપી પર આકરા પ્રહાર, કહ્યું-સંવિધાન બદલવાની કોશિશ કરાઈ રહી છે
ભ્રષ્ટાચારમાં લિપ્ત બીજેપી સરકારના નેતાઓ બેફામ રીતે સંવિધાન બદલવાના નિવેદનો આપી રહ્યા છે. હવે કોંગ્રેસ પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મુદ્દે બીજેપી પર આકરા પ્રહાર કર્યા છે.
સોનિયા ગાંધીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાજસ્થાનના જયપુરમાં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી આપણો દેશ એવી સરકારના હાથમાં છે જેણે મોંઘવારી અને બેરોજગારી સિવાય કશું આપ્યું નથી.

તેમણે કહ્યું કે, આ સરકારે સામાન્ય લોકો પર અત્યાચાર કર્યો છે. આ દેશ માત્ર અમુક લોકોની સંપત્તિ નથી. આ દેશ આપણા સૌનો છે.
સોનિયા ગાંધીએ આગળ કહ્યું કે, ભાઈઓ અને બહેનો, આ કાર્યક્રમમાં તમારી વચ્ચે હોવાનો મને ખૂબ જ ગર્વ છે. એક સમયે આપણા મહાન પૂર્વજોએ સખત સંઘર્ષના આધારે આપણને આઝાદી અપાવી હતી.
તેમણે કહ્યું કે, આટલા વર્ષો પછી ચારેબાજુ અન્યાયનો અંધકાર છે. આપણે બધાએ સંકલ્પ લેવો જોઈએ કે આપણે આની સામે લડીશું અને ન્યાયનો પ્રકાશ શોધીશું.
સોનિયા ગાંધીએ આગળ કહ્યું કે, શથી ઉપર થવાનું સ્વપ્ન પણ ન જોઈ શકાય. દેશ કરતા કોઈ મોટો હોઈ શકે? જે આવું વિચારે છે, દેશની જનતા, મારી વહાલી બહેનો, યુવાનો, ખેડૂતો, આદિવાસીઓ અને મજૂરો તેને પાઠ ભણાવો. કમનસીબે આજે આપણા દેશમાં આવા નેતાઓ સત્તા પર છે.
તેમણે કહ્યું કે, પોતાને મહાન ગણતા મોદીજી દેશ અને લોકશાહીની ગરિમા સાથે છેડો ફાડી રહ્યા છે. વિપક્ષી નેતાઓને ડરાવવા અને ભાજપમાં જોડાવવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજે આપણા દેશની લોકશાહી ખતરામાં છે. પરિશ્રમથી બનેલી લોકતાંત્રિક સંસ્થાઓ રાજકીય સત્તા દ્વારા નષ્ટ થઈ રહી છે.
આપણા બંધારણને બદલવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ બધી સરમુખત્યારશાહી છે અને આપણે બધા આ સરમુખત્યારશાહીનો જવાબ આપીશું.












Click it and Unblock the Notifications
