For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખરે ગાંધી પરિવારના હાથમાં જ આવ્યું કોંગ્રેસ અધ્યક્ષ પદ

આખરે ગાંધી પરિવારના હાથમાં જ આવ્યું કોંગ્રેસ અધ્યક્ષ પદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોંગ્રેસના નવા અધ્યક્ષને લઈ શનિવારે મોડી રાત સુધી ચાલેલ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર સહમતિ ન બની શકી. કોંગ્રેસ મુખ્યાલયમાં ચાલેલ મેરેથોન બેઠક બાદ આખરે સોનિયા ગાંધીને પાર્ટીના કામચલાઉ અધ્યક્ષ બનાવી લેવામાં આવ્યા છે. નવા અધ્યક્ષ ન ચૂંટાય ત્યાં સુધી હવે પાર્ટીની કમાન સોનિયા ગાંધી સંભાળશે. સીડબલ્યૂસીની બેઠક બાદ મોડી રાત્રે 11.05 મિનટ પર કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ રણદીપ સુરજેવાલા અને મહાસચિવ કેસી વેણુગોપાલે પ્રેસ કોન્પ્રેન્સ કરી આની જાણકારી આપી.

sonia gandhi

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં શનિવારે ફેસલો લેવામાં આવ્યો કે નવા અધ્યક્ષ ચન ચૂંટાય ત્યાં સુધી યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી કામચલાઉ અધ્યક્ષ તરીકે પાર્ટીની કમાન સંભાળશે. સૂત્રો મુજબ 5 જોનના આધાર પર લેવામાં આવેલ મંતવ્યમાં સોનિયા ગાંધીનું નામ જ કામચલાઉ અધ્યક્ષ તરીકે સામે આવ્યું. જો કે સોનિયા ગાંધીએ પદ સ્વીકાર કરવાની ના પાડી દીધી. પાર્ટી નેતાઓના ઘણા પ્રયાસો બાદ તેઓ પાર્ટીના કામચલાઉ અધ્યક્ષ બનવા માટે તૈયાર થયાં.

બેઠક બાદ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સીડબલ્યૂસીની બેઠકમાં ત્રણ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા. પહેલો પ્રસ્તાવ એ હતો કે રાહુલ ગાંધીએ પાર્ટીને શઆનદાર નેતૃત્વ આપ્યું. તેમણે વેપારીઓ, ખેડૂતો, મજૂરો, દલિત, મહિલાઓ, આદિવાસીઓ માટે અવાજ ઉઠાવ્યો છે. બેઠકમાં રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ અધ્યક્ષ પદ પર બન્યા રહેવાની ભલામણ કરવામા આવી હતી, પરંતુ તેમણે ના પાડી દીધી હતી. બીજો પ્રસ્તાવ એ કે સીડબલ્યૂસીએ યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને કામચલાઉ અધ્યક્ષ બનવાની માંગ કરી, જેનો પાર્ટીએ સ્વીકાર કર્ય. નવા પાર્ટી અધ્યક્ષ ન ચૂંટાય ત્યાં સુધી સોનિયા ગાંધી પાર્ટીના કામચલાઉ અધ્યક્ષ રહેશે.

સીડબલ્યૂસીમાં ત્રીજો પ્રસ્તાવ જમ્મુ-કાશ્મીરના હાલના હાલાતને લઈ પાસ કરવામાં આવ્યો. પ્રસ્તાવમાં જમ્મુ-કાશ્મીરના હાલાત પર ચિંતા વ્યક્ત કરવામા આવી. વેણુગોપાલે કહ્યું કે પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે સરકાર તમામ દળોના એક પ્રતિનિધિમંડળને જમ્મુ-કાશ્મીર જવાની મંજૂરી આપી દે. શનિવારે બીજીવાર રાત્રે 8 વાગ્યે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ફરીથી શરૂ થઈ હતી. જેમાં યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને એકે એન્ટોની સહિતના કેટલાય મોટા નેતા હાજર રહ્યા હતા.

જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કરારી હાર બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ પાર્ટીએ તેમને પદ પર બન્યા રહેવા માટે બહુ મનાવ્યા હતા, પરંતુ તેઓ પદ પર રેહવા માટે તૈયાર ન થયા. જે બાદ શનિવારે પણ એવા અહેવાલ આવ્યા હતા કે સીડબલ્યૂસીએ એકવાર ફરીથી રાહુલ ગાંધીને પોતાનું રાજીનામું પરત ખેંચી લેવા આગ્રહ કર્યો હતો.

<strong>'કાશ્મીરી ગર્લ' વાળા નિવેદન પર ખટ્ટરે સફાઈ આપી, રાહુલ પર કર્યો પલટવાર</strong>'કાશ્મીરી ગર્લ' વાળા નિવેદન પર ખટ્ટરે સફાઈ આપી, રાહુલ પર કર્યો પલટવાર

English summary
sonia gandhi became interim president of congress party
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X