સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષા તરીકે 15 વર્ષ પૂરાં કર્યાં

સોનિયા ગાંધીએ જે સમયે પાર્ટીનું નેતૃત્વ પોતાના હાથમાં લીધું હતું, તે સમયે પાર્ટીની સામે અનેક સમસ્યાઓ સંકળાયેલી હતી. દરેક ચૂંટણીમાં પાર્ટીની હાર થઇ રહી હતી. ગણ્યા ગાંઠ્યા રાજ્યોમાં જ તેની સરકાર હતી. સોનિયા ગાંધીના અધ્યક્ષ બન્યા પાદ પાર્ટીમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ મે 2004માં કોંગ્રેસની આગેવાનીવાળા યુપીએ ગઠબંધને કેન્દ્રમાં પોતાની સરકાર બનાવી હતી. આ સરકાર પૂરા પાંચ વર્ષ ચાલી તે દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષા તરીકે સોનિયા ગાંધીએ અનેક મહત્વના નિર્ણયો લીધા હતા.
વર્ષ 2009માં ફરીથી ચૂંટણીઓ આવી અને સોનિયા ગાંધીના જ નેતૃત્વમાં કોંગ્રેસે જોરદાર દેખાવ કર્યો અને પહેલાથી વધારે બેઠકો મેળવી ફરી પોતાની સરકાર બનાવી. વર્તમાન સમયમાં કોંગ્રેસના અધ્યક્ષ પદે સોનિયા ગાંધીનો આ ચોથો કાર્યકાળ છે. વર્ષ 2010માં તેમને આ પદ પર ફરી ચૂંટવામાં આવ્યા હતા. તેઓ વર્ષ 2015 સુધી આ પદ પર રહેશે.












Click it and Unblock the Notifications
